ગોંડલમાં પ્રતિબંધિત 10 હજાર ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ

કિરાણાના વેપારીએ જથ્થો મંગાવ્યાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે તેની ધરપકડ કરી

DivyaBhaskar.com | Updated - Sep 09, 2018, 06:08 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કિરાણાના વેપારીએ જથ્થો મંગાવ્યાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે તેની ધરપકડ કરી

ગોંડલ: ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેકશનનો વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલા પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે આવા પ્રતિબંધિત 10 હજાર ઇન્જેક્શનનું પાર્સલ આવી ચડતા દુકાનદાર ચોંકી ઉઠ્યા હતા અને સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે એકની ધરપકડ કરી હતી.


કિરાણાના વેપારીએ જથ્થો મંગાવ્યાનું પોલીસ તપાસમાં ખુલતા પોલીસે તેની ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતે ઇન્જેક્શન ભરેલા બોક્સનું પાર્સલ આવતા કેન્દ્રના સંચાલક હિરેનભાઈ ધુલિયા દ્વારા તેને ખોલી તપાસ કરાતા તેમાં પ્રતિબંધિત ગણાતા ઓક્સિટોસિન ઇન્જેક્શનોનો 10000 નંગનો જથ્થો જણાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત જ સિટી પોલીસને જાણ કરતાં મસમોટું કૌભાંડ બહાર આવવા પામ્યું હતું. પોલીસે હિરેનભાઇ ધુલિયાની ફરિયાદ બાદ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ પ્રતિબંધિત ઇન્જેક્શનોનો જથ્થો શહેરના ભગવતપરા ખાતે ચમનલાલ જાદવજી નામે કિરાણાની પેઢી ધરાવતા પરેશ ચમનલાલ કારીયા દ્વારા મંગાવવામાં આવ્યો હોય તેની ધરપકડ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગેની તપાસ સિટી પોલીસના પી.આઈ રામાનુજ તેમજ પી.એસ.આઇ ઝાલાએ હાથ ધરી છે.


ગર્ભવતી મહિલાઓને આ ઇન્જેક્શન આપવામાં આવે તો ખોડખાંપણવાળું બાળક જન્મે

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા કિરણાના વેપારી પરેશ કારીયાએ પોલીસમાં લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેઓ પાસે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત શાકભાજી તેમજ કપાસનો ગ્રોથ વધારવા માટે આવા ઇન્જેક્શનો મંગાવે છે અને તેમના દ્વારા આવી રીતે બીજી વખત જથ્થો મગાવવામાં આવ્યો છે. આ જથ્થો તેમણે અખ્તાર નામના વ્યક્તિ પાસે મંગાવ્યો હતો. પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શન અંગે શહેરના તબીબોએ જણાવ્યું હતું કે જો આવા ઇન્જેક્શન ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે તો તેમને ખોડખાંપણવાળુ બાળક જન્મી શકે છે. આ ઉપરાંત આવાં ઇન્જેક્શનોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કેટલાક લોકો દૂધાળા પશુ પર કરી રહ્યા છે જેથી કરીને ગાય કે ભેંસ દૂધ વધુ આપી શકે. પરંતુ આ ઇન્જેક્શનની આડઅસરમાં પશુઓ તેની વય મર્યાદા કરતાં વહેલા મોતને ભેટે છે.

ઘોઘાના ખાટડી ગામે મામાના દીકરાએ ફઇની દીકરી પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

માહિતી: હિમાંશુ પુરોહિત, ગોંડલ.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App