તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે મેલું કાઢવાના બહાને 60 વર્ષના ભૂવાએ મહિલા પર આચર્યુ દુષ્કર્મ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોટડાસાંગાણી: કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે એક 60 વર્ષના ભૂવા બની બેઠેલા શંભુ નાથા ગોહેલે એક મહિલાનો 15 વર્ષનો બાળક માનસિક બીમાર હોય તેનો લાભ લઇ મેલું કાઢી આપવાની લાલચ અાપી વાડીએ હવન કરવાના બહાને બોલાવી તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

 

બીમાર બાળકને સારું કરી દેવાના બહાને વાડીએ બોલાવી હતી


કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે 60 વર્ષના ભૂવાએ મેલું કાઢવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમાજમાં અવારનવાર તાંત્રિકો અને ભૂવાઓ દ્વારા અંધશ્રધ્ધામાં ફસાવીને લોકોને ગેરમાર્ગે દોરવાના તેમજ રૂપિયા પડાવી લેવા અને મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે ફરી આવો કિસ્સો કોટડાસાંગાણીના કરમાળ પીપળિયામા સામે આવ્યો છે. જ્યાં બની બેઠેલા ભૂવાએ એક મહિલાને મેલું કાઢવાની અને તેમના પંદર વર્ષના માનસિક બીમાર બાળકને સારું કરી દેવાના બહાને કરમાળ પીપળિયા સ્થિત આરોપી શંભુ નાથા ગોહેલ (ઉ.આ. 60)એ પોતાની વાડીએ હવન કરવાને બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આરોપી શંભુ નાથા ગોહેલ સામે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઇ છે.

 

અન્ય કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ નોંધાવે

 

મહિલાના પંદર વર્ષના બાળકને માનસિક બીમારી હોવાથી તેમને સારું કરવા આ ભૂવાના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ ભૂવાએ કરમાળ પીપળિયા સ્થિત પોતાની વાડીએ હવન કરવાને બહાને મહિલાને એકલી બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. હાલ  આરોપી ભૂવો તાંત્રિકનું કામ કરતો શંભુ નાથા ગોહેલ (ઉ.વ.60) સામે 376 મુજબ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે અને અન્ય કોઈ મહિલાઓ પણ આ તાંત્રિકનો શિકાર બન્યા હોય તો તુરંત પોલીસ ફરિયાદ નોંધાવે. > કે.બી.સાંખલા, પીએસઆઈ,કોટડાસાંગાણી