રાજકોટ: 20 વર્ષની સજા ભોગવનાર દુષ્કર્મના આરોપીએ પેરોલ છૂટી વધુ એક યુવતીને બનાવી શિકાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટના પડધરીમાં  પટેલ કન્યા છાત્રાલયમાં બે સગીરાને ઉઠાવી જઇ લાંબા સમય સુધી ગોંધી રાખીને દુષ્કર્મ આચનાર શખ્સને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. પરંતુ પેરોલ છૂટીને ચોટીલાની એક યુવતીનું અપહરણ કરી પોતાનો શિકાર બનાવ્યાનું બહાર આવ્યું છે. યુવતીના પિતાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો. 

 

પ્રાપ્ત વિગત મુજબ યુવતીના પિતાએ પુત્રીના ગુમ થયાની અને તેનું અપહરણ પેરોલ છૂટનાર ધવલ ત્રિવેદીએ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પડધરીમાં સગીરાઓનું અપહરણ કરીને જેલની સજા ભોગવનાર ધવલ ત્રિવેદીએ પેરોલ પર છૂટીને ફરી પોતાના લખણ ઝળકાવ્યા છે. યુવતીઓને ફસાવવા માટે ચોટીલામાં ખાનગી ક્લાસીસ શરૂ કરીને યુવતીઓ માટે ટ્યુશન શરૂ કર્યું હતું અને તેણે એક યુવતીને શિકાર પણ બનાવી છે. પડધરીની ઘટનામાં પોલીસના સકંજામાં આવ્યા બાદ તેને 10 યુવતીઓને શિકાર બનાવવાનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું. હાલ આરોપી ધવલ ત્રિવેદી ગુમ છે અને તેની સાથે ગુમ થયેલી યુવતીનું મોબાઈલ લોકેશન પણ સામે આવ્યાનું ખુલ્યું છે.

 

રાજકોટમાં સેલ્ફી લેવા જતા બે ભાઇઓના ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોત

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...........