Home » Saurashtra » Latest News » Rajkot City » Peanuts scandal, dhananina protests had fallen Confederate pisai mill of true peanuts BJP

મગફળી કૌભાંડ: ધાનાણીના ધરણા કહ્યું સાચી મગફળી BJPના મળતિયાની મિલમાં પિસાઇ ગઇ

Divyabhaskar.com | Updated - Aug 03, 2018, 04:05 PM


મગફળી કૌભાંડને લઇને પરેશ ધાનાણીએ 5 વાગ્યા સુધી કર્યો અન્ન જળનો ત્યાગ, કાલે ગોંડલમાં પ્રતિક ઉપવાસ

 • Peanuts scandal, dhananina protests had fallen Confederate pisai mill of true peanuts BJP
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ધાનાણીના ધરણા કહ્યું સાચી મગફળી BJPના મળતિયાની મિલમાં પિસાઇ ગઇ

  રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલામાં ગોડાઉનમાં પકડાયેલી મગફળી કૌભાંડમાં રૂરલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. મગફળીની એક બોરીમાં ત્રણથી પાંચ કિલો પથ્થર-માટી નાંખી ભેળસેળ કરાતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પેઢલા પહોંચ્યા હતા અને વિરોધના ભાગરૂપે ગોડાઉનની સામે ધરણા પર બેસી ગયા હતા. જેના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ન્યાયતંત્રના જજ પાસે તપાસની માંગ થવી જોઇએ, સાચી મગફળી તો ભાજપના મળતિયાની મિલમાં પિસાઇ ગઇ છે.

  ભાજપ પર કર્યા પ્રહારો, અંગ્રેજોના બાપ સમાન છે

  પરેશ ધાનાણી આજે સવારથી 5 વાગ્યા સુધી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે. પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કૌભાંડ માટે અમે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને એપ્રિલ મહિનામાં કહ્યું હતું છતાં કંઇ જવાબ ન આપતા રાજ્યપાલને પણ આવેદનપત્ર મોકલ્યું હતું. ભાજપના શાસનમાં ખેડૂત હોય કે વેપારી હંમેશા સમસ્યા વધી છે. અંગ્રેજોની બાપ સમાન સરકાર કોઇનું સાંભળતી નથી, વિપક્ષ નેતાને પણ જવાબ આપતી નથી. 3500 કરોડનું મગફળી કૌભાંડ ભાજપની મીઠી નજર નીચે જ થઇ રહ્યું છે, સાચી મગફળી ભાજપના મળતિયાના તેલમાં પિસાઇ ગઇ અને ચૂંટણી માટેના ગાઠીયા પણ બની ગયા છે.

  કૌભાંડની અગાઉથી જાણ હોવા છતાં સરકાર પગલા લેવામાં નિષ્ફળ ગઇ છે. પૂરાવાનો નાશ કરવા ગોડાઉન સળગાવી દેવામાં આવે છે તે પણ એક ષડયંત્ર જ છે. આગામી દિવસોમાં સિટિંગ જજ દ્વારા તટસ્થ તપાસ થવી જોઇએ નહીં તો આજના પ્રતિક ઉપવાસ બાદ ગાંધી ચિધ્યા માર્ગે આક્રમક આંદોલન કરવામા આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

  મગફળીમાં કૌભાંડ થયું છે: તપાસનીશ અધિકારી

  આ અંગે તપાસનીશ અધિકારી ડીવાયએસપી જે.એમ. ભરવાડે જણાવ્યું હતું કે, મગફળીમાં ગેરરીતિ ચોક્કસ રીતે બહાર આવી છે. જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા આ પ્રકરણમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓના આજ રોજ નિવેદનો લેવાશે. ઉપરાંત જે વેપારીઓએ આ મગફળી ખરીદ કરવાની હતી. તેઓ ભોગ બન્યા હોય તમામ વેપારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા.

  તપાસમાં મગફળીમાં ભેળસેળ કરાઇ હોવાનું ખુલ્યું છે અને 35 કિલોની બોરીમાં ત્રણથી પાંચ કિલો પથ્થર અને માટી નાખી ભેળસેળ કરાતી હતી. હાલમાં માળીયાહાટીના તાલુકાના મોટી ધાણેજ સહકારી મંડળીના હોદ્દેદારો રામસી ચુડાસમા, જાદવ પીઠીયા, સોજાંગ જુનજીયા તથા મંડળીના ઉપપ્રમુખ ખુમાણ જુનજીયા સહિત ચારની અટકાયત કરી પૂછતાછ હાથ ધરાઇ છે. મંડળીના અન્ય હોદ્દેદારો તથા સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે. ચારમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે, તેની ભુમિકા શું હતી તે તપાસ અર્થે પૂછપરછ કરવામા આવશે.

  કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ શું કહ્યું

  કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેણે જણાવ્યું હતું કે, ધનેજ મંડળીએ 1 લાખ 80 હજાક ગુણી મગફળી ખરીદી છે, પેઢલા ખાતે આવેલા ગોડાઉનમાં તો માત્ર 30 હજાર ગુણી જ નીકળી છે. ત્યારે 1.50 લાખ અન્ય ગુણીઓની કોઇ તપાસ કરવામાં આવી નથી. જૂનાગઢ કલેક્ટરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કલેક્ટરે આ જવાબદારી તેમનામાં ન આવતી હોવાનું જણાવ્યું હતું.


  ઓખાઃ 30 વર્ષની યુવતી અને 60 વર્ષના વૃદ્ધની હત્યા, આડા સંબંધ હોવાની આશંકા

  તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

 • Peanuts scandal, dhananina protests had fallen Confederate pisai mill of true peanuts BJP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભાજપ પર કર્યા પ્રહારો, અંગ્રેજોના બાપ સમાન છે
 • Peanuts scandal, dhananina protests had fallen Confederate pisai mill of true peanuts BJP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  તપાસમાં મગફળીમાં ભેળસેળ કરાઇ હોવાનું ખુલ્યું છે
 • Peanuts scandal, dhananina protests had fallen Confederate pisai mill of true peanuts BJP
  પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર અને આક્ષેપ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ