તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલમાં સ્ટ્રેચરની અછત હોવાથી દર્દીઓને ઊંચકવા પડે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: સૌરાષ્ટ્રભરના ગરીબ દર્દીઓ માટે સુશ્રૃષાનું મહત્ત્વનું કેન્દ્ર એટલે રાજકોટની સિવિલ હોસ્પિટલ. હોસ્પિટલમાં દરરોજ અનેક દર્દીઓ દાખલ થાય છે. અકસ્માત અથવા તો બીજી કોઈ બીમારી સબબ ચાલી ન શકતા દર્દીઓને સ્ટ્રેચરની જરૂર પડે છે. પણ સિવિલમાં  દર્દીઓની ટીંગાટોળી કરીને જે તે વોર્ડમાં લઈ જતાં હોય તેવા દૃશ્યો જોવા સામાન્ય બાબત છે. તંત્ર આ બાબતે બચાવ કરી રહ્યું છે કે, સ્ટ્રેચરની અછત હોવાથી આ સમસ્યા છે. જયારે ભાસ્કરે ટ્રોમા સેન્ટરની સામે આવેલા સેલરમાં તપાસ કરી તો વણવપરાયેલા નવા સ્ટ્રેચરના થપ્પાઓ લાગેલા હતા.

 

- ટ્રોમા સેન્ટરની સામેના સેલરમાં આવા ઘણા બધા સ્ટ્રેચર ઉપયોગ થયા વગરના એમને એમ પડ્યા છે. આમ છતાં વધુ નવા સ્ટ્રેચરની માગ ધારાસભ્યો પાસે કરવામાં આવી છે.

- સ્ટ્રેચર ન મળતા તેના વગર જ અકસ્માતગ્રસ્ત દર્દીને રિપોર્ટ માટે ઊંચકીને લઈ જતાં તેના સ્નેહીજનો.

- દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે ઊંચકીને લઈ જવા પડે છે. જયારે હોસ્પિટલનો સ્ટાફ થોડીક દવાઓ ફેરવવા પણ સ્ટ્રેચર વાપરે છે.

- આ વડીલને લઈ જવા માટે બે યુવાનો છે જે દર્દીઓ એકલા હશે તેમની ટીંગાટોળી કોણ કરશે?

અન્ય સમાચારો પણ છે...