રાજકોટમાં પાટીદાર વિદ્યાર્થીઓનો હાર્દિકને ટેકો, 'પાટીદારનો નાથ મારો હાર્દિક પટેલ છે'ની ધૂન બોલાવી

હાર્દિકને સરકાર પારણા નહીં કરાવે તો રોજે રોજ કંઇક અલગ રીતે હાર્દિકને ટેકો જાહેર કરવામાં આવશે

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 02:58 PM

રાજકોટ: રાજકોટના ત્રંબા પાસે આવેલી આર.કે. યુનિવર્સિટીના ગેઇટ પાસે વિદ્યાર્થીઓએ એકઠા થઇ હાર્દિકને ટેકો આપ્યો હતો. સતત 19 દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. રાજકોટમાં પાટીદાર વિદ્યાર્થીઓએ સતત બીજા દિવસે વિદ્યાર્થીઓએ જય પાટીદાર જય સરદારના નારા લગાવી પાટીદારનો નાથ મારો હાર્દિક પટેલ છે તેણે મને માયા લગાડી રે એવી ધૂન બોલાવી હતી.

હાર્દિક પારણા નહીં કરે ત્યાં સુધી રોજ ટેકો

વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું હતું કે, હાર્દિકને સરકાર પારણા નહીં કરાવે તો રોજે રોજ કંઇક અલગ રીતે હાર્દિકને ટેકો જાહેર કરવામાં આવશે. રોજ એક કલાક કાર્યક્રમ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે રાજકોટ ખોડલધામ નરેશ પટેલ અમદાવાદ પહોંચી ગયા છે અને આજે બપોરે હાર્દિકને પારણા કરાવશે તેવું જાણવા મળી રહ્યું છે.

VC દ્વારા લંપટ પ્રો. પંચાલને રજા પર ઉતારી દેવા કર્યો આદેશ, HOD કહ્યું મને કોઈ પ્રકારની સૂચના નથી આપી

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

પારણા ન કરે ત્યાં સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવશે
પારણા ન કરે ત્યાં સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવશે
મોટી સંખ્યામાં પાટીદાર વિદ્યાર્થીઓ જોડાયા
મોટી સંખ્યામાં પાટીદાર વિદ્યાર્થીઓ જોડાયા
X
પારણા ન કરે ત્યાં સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવશેપારણા ન કરે ત્યાં સુધી રોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવશે
મોટી સંખ્યામાં પાટીદાર વિદ્યાર્થીઓ જોડાયામોટી સંખ્યામાં પાટીદાર વિદ્યાર્થીઓ જોડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App