મુંબઇથી રાજકોટની ફ્લાઇટ લેટ થતા મુસાફરોએ ફ્લાઇટની અંદર હોબાળો મચાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: મુંબઇથી રાજકોટ આવતી 2.30 વાગ્યાની જેટની ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે લેન્ડ ન થઇ શકતા અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. ત્રણ કલાકથી રઝળી પડેલા મુસાફરોએ ફ્લાઇટની અંદર જ હોબાળો મચાવ્યો હતો. જેના દ્રશ્યો કોઇ મુસાફરે મોબાઇલમાં કેદ કરી લીધા હતા.

 

વાતાવરણ ખરાબ હોવાથી ફ્લાઇટ લેન્ડ ન થઇ શકી

 

બપોરે રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો હોય તેને લઇને વાતાવરણ ખરાબ હતું. આથી જેટની ફ્લાઇટ લેન્ડ કરવી અશક્ય હોય અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. આથી ફ્લાઇટની અંદર રહેલા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ફ્લાઇટની અંદર રહેલા સ્ટાફ દ્વારા મુસાફરોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુસાફરો ત્રણ કલાક રઝળતા રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.

 

ભાવનગરમાં 14 દિવસના માસૂમ બાળકની હત્યા, લાશ પાણીના ટાંકામાંથી મળી આવી