Home » Saurashtra » Latest News » Rajkot City » હાર્દિક વિરૂદ્ધ રાજકોટમા હતો ગુનો, આવ્યો જવાબ દેવા, કરી'તી સંમેલનના નામે સભા /pass convinor hardik patel present in police station at rajkot

હાર્દિકે કહ્યું રૂપાણીનું રાજીનામું લેવાયું, CM બોલ્યા-મને કંઈ ખબર નથી

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 04:33 PM

વિધાનસભા ચૂંટણી વખતનો કેસ હોવાથી રાજકોટ આવ્યો હતો કહ્યું પ્રદિપસિંહ અથવા ભીખુભાઇ દલસાણીયાના નામ સીએમ લિસ્ટમાં

 • પોલીસને નિવેદન આપતો હાર્દિક

  રાજકોટ: આજે રાજકોટ આવેલા હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, સીએમ રૂપાણીનું રાજીનામું લઈ લેવાયું છે, આગામી 10 દિવસમાં નવા સીએમ તરીકે પાટીદાર કે ક્ષત્રિય સમાજમાંથી બનશે. તો બીજી તરફ રૂપાણીએ આ અંગે કહ્યું કે, મને કંઈ ખબર નથી. રાજીનામું કેબિનેટમાં નહીં રાજ ભવનમાં આપવાનું હોય છે. હાર્દિક જુઠ્ઠાણું ફેલાવી રહ્યો છે. રાજીનામું અાપ્યું નથી અને આપવાનો પણ નથી.

  જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે, જય-વીરુની જોડી અકબંધ રહેશે.

  કેબિનેટની બેઠકમાં લઈ લેવાયું છે CMનું રાજીનામુંઃ હાર્દિક

  હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે કેબિનેટની બેઠક મળી હતી ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું આગામી મંજૂર કરવામાં આવશે. આગામી સીએમ તરીકેનો ચહેરો ક્ષત્રિય અથવા પાટીદાર હશે. પ્રદિપસિંહ જાડેજા અને ભીખુભાઇ દલસાણીયાના નામ હાર્દિકે સીએમના દાવેદાર માટે લીધા હતા. ભાજપે આ અંગે ક્યારની તજવીજ હાથ ધરી દીધી છે. વિજયભાઇ રૂપાણી ગુજરાતના સીએમ બન્યા છે ત્યારથી કાનૂની વ્યવસ્થાથી લઇ રાજ્યની વ્યવસ્થા, શિક્ષણની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે.

  ક્ષત્રિય અને પાટીદારને સીએમ બનાવવાની ભાજપને ઇચ્છા

  આગામી લોકસભામાં જો વિજયભાઇ જ સીએમ હશે તો ગુજરાતમાં લોકસભાની અમુક બેઠકો ગુમાવવાનો વારો આવશે માટે હાઇકમાન્ડે સીએમ બદલાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ હાર્દિકે કટાક્ષ કર્યો હતો. જો મારી વાત અફવા હોય તો શું કામ મીડિયા ચલાવે છે, સમય આવ્યે બધું ખબર પડી જશે. આગામી મારો દાવો છે કે, ક્ષત્રિય કે પાટીદારને મુખ્યમંત્રી બનાવવાની ભાજપને ઇચ્છા છે.

  પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા રાજકોટ આવ્યો હતો હાર્દિક

  વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ સમાજનું સંમેલન કરવાની મંજૂરી હતી અને તેના બદલે સભા યોજી હતી તેને લઇ માલવિયા નગર પોલીસસ્ટેશને ગુનો નોંધ્યો હતો. આ ગુનાને લઇ આજે હાર્દિક રાજકોટ આવ્યો હતો અને જવાબ રજૂ કર્યો હતો. માલવિયાનગર પોલીસ સ્ટેશન બહાર હાર્દિકની સાથે મોટી સંખ્યામાં પાસના કાર્યકરો ઉમટી પડ્યા હતા.

  પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે

  જે તે સમયે અમે સભા માટે મંજૂરી લીધી જ હતી છતાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખેડૂતોની હાલત ખરાબ છે તેને પોષણક્ષમ ભાવ તથા પાકવીમાના મુદ્દે ઘણીબધી તકલીફો હોવાથી તેઓ આંદોલન કરી રહ્યા છે.

  કાંધલે પોલીસને ફેક્સ કર્યો, 'હું પ્રજાના કામમાં વ્યસ્ત છું, સમય મળ્યે આવીશ'

  આગળની સ્લાઇડ્સ હાર્દિક રાજકોટથી ગયો જૂનાગઢ, વંથલીમાં સાંજે સભા.

  તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ.

 • હાર્દિક વિરૂદ્ધ રાજકોટમા હતો ગુનો, આવ્યો જવાબ દેવા, કરી'તી સંમેલનના નામે સભા /pass convinor hardik patel present in police station at rajkot
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  હાર્દિક વિરૂદ્ધ હતો રાજકોટમાં ગુનો જવાબ દેવા આવ્યો પોલીસ સ્ટેશન

  હાર્દિક સૌરાષ્ટ્રના પ્રવાસે

   

  પાસના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે બપોરે હાર્દિક પટેલે રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી. બાદમાં વંથલીમાં ખેડૂત સભા સંબોધવા નીકળી ગયો હતો. નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે હોસ્પિટલ જઇ તેની ખબર અંતર પૂછશે અને વંથલી ખેડૂતો સાથે સભા કરશે.

   

  વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 • હાર્દિક વિરૂદ્ધ રાજકોટમા હતો ગુનો, આવ્યો જવાબ દેવા, કરી'તી સંમેલનના નામે સભા /pass convinor hardik patel present in police station at rajkot
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  હાર્દિક સાથે પોલીસ સ્ટેશન બહાર ઉમટ્યા પાસના કાર્યકરો
 • હાર્દિક વિરૂદ્ધ રાજકોટમા હતો ગુનો, આવ્યો જવાબ દેવા, કરી'તી સંમેલનના નામે સભા /pass convinor hardik patel present in police station at rajkot
  માલવિયા પોલીસ ચોકી બહારના દ્રશ્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ