Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Pardesh Gajera of Khodaldham will wear BJP in the presence of PM in Junagadh

ખોડલધામના પરેશ ગજેરા જુનાગઢમાં PMની હાજરીમાં ભાજપનો ખેસ પહેરશે ? ચર્ચા

Divyabhaskar.com | Updated - Jul 15, 2018, 09:36 AM

મુળ કોંગ્રેસી પરેશ ગજેરા ગત લોકસભા ચૂંટણી પછી ભાજપ તરફ ઢળ્યા હોય તેવા વરતારો હતો જ

  • Pardesh Gajera of Khodaldham will wear BJP in the presence of PM in Junagadh

    રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પરેશ ગજેરાના રાજીનામા બાદ તેના કારણ અંગે અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. મૂળ કોંગ્રેસી પરેશ ગજેરા ગત વિધાનસભાની ચૂંટણી વખતથી ભાજપ તરફે ઢળ્યા હતા અને આગામી દિવસોમાં ગજેરા ભાજપનો કેસરિયો ધારણ કરી લેશે તેવી દૃઢ શંકા સેવાઇ રહી છે અને આવી ચર્ચાએ જોર જગાવ્યું છે.લોકસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. હવે પરેશ ગજેરા પર ભાજપની નજર ઠરી હોય તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

    આગામી તા.20ના વડાપ્રધાન મોદી જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે પરેશ ગજેરા વડાપ્રધાનની હાજરીમાં ભાજપ પ્રવેશ કરે તેવી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પરેશ ગજેરા ગુજરાતના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ઉપરાંત ખોડલધામના પ્રમુખ રહી ચૂક્યા હોય ભાજપ યુવા પાટીદાર તરીકે ગજેરાને આગામી ચૂંટણીમાં આગળ કરશે તેવું પણ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

    પરેશ ગજેરાએ કાલે જ ખોડલધામના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું

    લેઉવા પટેલ સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ ટ્રસ્ટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ ખોડલધામના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતું. હવે પ્રમુખની જવાબદારી ફરીવાર નરેશ પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે એક મીટિંગ યોજાઈ હતી. જેમાં પરેશ ગજેરાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending