રાજકોટ/નકલી બોંબ મુકનાર ઝડપાયો, કારખાનેદાર પાસે 10 લાખની ખંડાણીનો ઇરાદો હતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નકલી બોંબ મુકનારને પોલીસે ઝડપ્યો - Divya Bhaskar
નકલી બોંબ મુકનારને પોલીસે ઝડપ્યો

*ફોનમાં ધમકી મળી હતી કે 10 લાખ દેના પડેગા વરના સબ ઉડા દુગા

 

રાજકોટ: રાજકોટના મેટોડામાં 3 મહિના પહેલા નકલી બોંબ મુકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. જુલાઇ મહિનાંમા સત્યા ટેકનોકાસ્ટ ફેક્ટરીમાં બોંબ છે તેવી માહિતીના આધારે અફડાતફડી મચી ગઇ હતી અને પોલીસ, બોંબ સ્ક્વોડનો સ્ટાફ દોડી ગયો હતો. અંતે આ બોંબ નકલી નીકળતા તંત્ર અને પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. આજે રૂરલ પોલીસે મુસ્લિમ બિહારી શખ્સને ઝડપી લીઘો હતો. જેમાં કારખાનાના માલિકને બોંબ મુકી ડરાવી ધમકાવી 10 લાખની ખંડણી માંગવાનો કારસો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે.

 

3 મહિના પહલા બિહારી શખ્સે નકલી બોંબ મુક્યો હતો

 

પ્રાપ્ત વિગત મુજબ મેટોડામાં કારખાનું ધરાવતા નિલેશભાઇ મોંગરોલીયાને બોંબ મુકવાની ધમકી મળી હતી. જેને પગલે પોલીસ દોડી ગઇ હતી. અંતે બોંબ જેવું મોડેલ બનાવ્યું હતું અને નકલી બોંબ નીકળ્યો હતો. કારખાનાના બાથરૂમ પાસે બોંબ મળ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે રૂરલ પોલીસને 3 મહિને સફળતા મળી હતી. જેમાં મહંમદ હુસેન અંસારી નામના બિહારી મુસ્લિમ શખ્સેને ઝડપી લીધો હોવાનુ જાણવા મળે છે. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, હાલ આરોપીને લેવા પોલીસ બિહાર જવા નિકળી છે. પ્રાથમિક તપાસમાં તે અગાઉ કારખાનામાં જ કોન્ટ્રાક્ટ નીચે મજૂરી કામ કરતો હતો અને 10 લાખ જેવી ખંડણી માગવાના ઇરાદે બોંબ મુક્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આરોપી રાજકોટ આવે અને રિમાન્ડ દરમિયાન વધુ વિગતો જાણવા મળશે.

 

ફોનમાં પણ ધમકી મળી હતી કે, 10 લાખ દેના પડેગા વરના સબ ઉડા દુગા

 

જે તે સમયે કારનાખાનાના માલિકને ફોનમાં ધમકી પણ આપી હતી કે ફેક્ટરી કો બોંબ સે ઉડા દુંગા, 10 લાખ દેના પડેગા. માલિકની ફરિયાદ પરથી આરોપીને પકડી પાડ્યો છે. શાંતિ ડહોળવા અને ભયનો માહોલ ઉભો કરવા કારખાનેદારને ડરાવવા આવું કર્યું હોવાનું સામે આવી રહ્યું છે.