આરોગ્ય / રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી યુવાનનું મોત, 2019માં નવા વર્ષમાં 11 દિવસમાં 4ના મોત, મૃત્યુઆંક 46

one more young man death in swine flue in rajkot
X
one more young man death in swine flue in rajkot

  • કોટડાસાંગાણીના યુવાનનુ આજે મોત
  • 17 જેટલા દર્દી સારવારમાં, મૃત્યુઆંક ફિફ્ટી તરફ 

 

DivyaBhaskar.com

Jan 11, 2019, 11:00 AM IST
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધતા સ્વાઇન ફ્લૂ પણ વકર્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. આજે સિવિલ હોસ્પિટલમાં કોટડાસાંગાણીના યુવાનનું મોત થતા 2019ના એટલે નવા વર્ષના પ્રથમ 11 દિવસમાં કુલ 4 લોકો સ્વાઇન ફ્લૂને લઇ મોતને ભેટ્યા છે. 

સિઝનમાં સ્વાઈન ફ્લૂના કુલ 170થી વધુ દર્દી નોંધાયા છે

સિઝનમાં સ્વાઈન ફ્લૂના કુલ 170થી વધુ દર્દી નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 46નો થયો છે. હાલ જેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના કુલ 40 દર્દી હતા. જેમાં 9ના મોત થયા છે. જ્યારે શહેરી વિસ્તારમાં 57 કેસ સ્વાઈન ફ્લૂના હતા અને 11 દર્દી મૃત્યુ પામ્યા છે. હાલમાં કુલ 17થી વધુ દર્દી સારવાર હેઠળ છે. જેમા 3 થી વધુ વેન્ટિલેટર પર છે. જેના પગલે તંત્ર આ રોગ અંગે જગૃતિ લાવવા કવાયત કરી રહ્યું છે. બીજી તરફ તાવ, શરદી, ઉધરસ જેવા રોગની આંકડાકીય માહિતી કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ છૂપાવી રહ્યો છે અને ચોપડે સબ સલામતના આંકડા માડી રહ્યા છે.
2. આવા લક્ષ્ણો દેખાય તો ચેતી જવું
સામાન્ય તાવ, કફ, ગળામાં તકલીફ, શરીર તૂટવું, માથું દુઃખવું, ઝાડા-ઉલ્ટી વગેરે જેવી તકલીફ વધે અને બીપી લો થાય, છાતીમાં દુઃખાવો થાય, મોઢુ ખૂબ જ સુકાય, ઝાડામાં લોહી પડે તો તુરંત ડોક્ટરની યોગ્ય સલાહ લેવા આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. ઠંડીમા વધારો થતા ફ્લૂ વકરી રહ્યો છે જેને લઇ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી