Home » Saurashtra » Latest News » Rajkot City » one farmer video viral on social media blamed on chief minister vijay rupani

પાણી વગરના રૂપાણી આ મારી મગફળી સુકાણી: ખેડૂતનો આક્રોશ સાથેનો વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Aug 04, 2018, 12:12 PM

જો ખેડૂતોને પાણી નહીં આપો તો આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 સીટો કોંગ્રેસને આપીશું

  • રાજકોટ: મુખ્યમંત્રી વિજય રૂપાણી પર એક ખેડૂતે આક્રોશ ઠાલવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સૌરાષ્ટ્રના જ એક ખેડૂતનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં ખેડૂતે જણાવ્યું છે કે, હાથમાં છે પાવડો ને ધોરિયામાં પાણી, પાણી વગરના રૂપાણી આ મગફળી મારી સુકાણી.

    જો ખેડૂતોને પાણી નહીં આપો તો આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 સીટો કોંગ્રેસને આપીશું

    ખેડૂત વધુમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે ખેડૂતોની દશા કેવી ચાલી રહી છે? વરસાદ પણ હવે વરસતો નથી. આ ગુજરાત સરકાર પાણી આપતી નથી. ખેડૂતોને તો ઉપર આભ અને નીચે ધરતી અને વચમાં ખેડૂતો પીસાય છે. કેનાલની અંદર ખેડૂતોને પાણી આપવામાં આવશે પાક બચાવવા માટે. તમે આવો અમારી માળીયા બ્રાન્ચની અંદર, ધોરાજી બ્રાન્ચની અંદર કે મોરબી બ્રાન્ચની અંદર એક પણ કેનાલમાં પાણી છેક પહોંચતું નથી. અરે ખેડૂતોની આવી હળાહળ મશ્કરી કરો છો? શરમ નથી આવતી તમને? હજી ચેતી જાવ તો સારી વાત છે. 2019 નજીક જ આવે છે. ગત ચૂંટણીમાં અમે ભાજપને 26માંથી 26 સીટો આપી હતી. પણ જો ખેડૂતોને પાણી નહીં આપો તો તમામ 26 સીટો કોંગ્રેસને આપીશું. અરે રૂપાણી તમે આવી મશ્કરી કરો છો? આ વીડિયોમાં કોઇ ખેડૂત પોતાની મગફળી

    સુકાઇ જવાને કારણે આકરા શબ્દોમાં રૂપાણી સરકાર પ્રત્યેનો પોતાનો રોષ ઠાલવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

    પિતા કરે છે ફેક્ટરીમાં મજૂરી, નોકરી કરતા કરતા યુવાને કર્યું CA પાસ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ