તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્રમાં 2 જુલાઇ સુધી ભારે વરસાદની કોઇ સંભાવના નથી, હળવા ઝાપટાં પડશે Not Heavy Rain Fall Till 2 July In Saurashtra

સૌરાષ્ટ્રમાં 2 જુલાઇ સુધી ભારે વરસાદની કોઇ સંભાવના નથી, હળવા ઝાપટાં પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: નૈઋત્ય ચોમાસું ફરી એક વખત આગળ વધતું અટકી ગયું છે. જેના કારણે આગામી 2 જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના નથી. સાયક્લોનિક સરક્યુલેશન પહેલા દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ સુધી હતું તેની દિશા બદલી મધ્યપ્રદેશ તરફ જતું રહેતા સૌરાષ્ટ્રમાં ચોમાસું આગળ વધતું અટકી ગયું છે. જો કે, વાતાવરણમાં કોઇ પણ સમયે ફેરફાર થઇ શકે છે અને નવી સિસ્ટમ બને અને ફરી ચોમાસું આગળ વધી શકે છે. હાલ 2 જુલાઇ સુધી હળવા ઝાપટાં પડી શકે છે ભારે વરસાદની કોઇ સંભાવના દેખાતી નથી. 

 

હવામાન વિભાગના સૂત્રમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં વેરાવળથી અમદાવાદ સુધી મોન્સૂન લાઇન પહોંચી ગઇ છે. જેના કારણે આ વિસ્તારમાં વરસાદ પડ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાત, કોંકણ સુધી જે સાયક્લોનિક સરક્યુલેશન હતું તે મધ્યપ્રદેશ તરફ ફંટાયું છે. સાયક્લોનિક સરક્યુલેશને દિશા બદલતા સૌરાષ્ટ્રમાં આગામી 2 જુલાઇ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના નથી. એક સપ્તાહ સુધી હળવા ઝાપટાં પડી શકે છે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસું સોમવારે 21 ડિગ્રી નોર્થ અરબીમાં વેરાવળ, અમરેલી, અમદાવાદ, ખંડવા (એમપી)માં અરબીની પાંખ આગળ ચાલી હતી. જો કે સોમવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 80 તાલુકામાં કોઇ વરસાદ થયો નથી, તેમજ 127 તાલુકામાં 5 સે.મી.થી ઓછો વરસાદ થયો છે. 36 તાલુકામાં 5 સે.મી.થી વધુ એક તાલુકામાં 25 સે.મી.થી વધુ પડ્યો છે. સામાન્ય રીતે હવામાન ખાતું ચોમાસું જાહેર કરે ત્યારે ચોમાસું રેખા દોરવામાં કયારેક કોઈ વિસ્તારમાં નહીંવત કે ઓછો વરસાદ પડ્યો હોય તે વિસ્તાર આવરી લેતો હોય કારણ કે, ચોમાસું રેખા સળંગ ખેંચવી પડતી હોય છે. સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડમાં આગળ વધ્યું હતું જે અટકી ગયું છે. 

 

ઇન્દ્રનીલનો રાજકીય સંન્યાસ, આવી રહી કારકિર્દી, જીવે છે વૈભવી લાઇફ સ્ટાઇલ

અન્ય સમાચારો પણ છે...