ખોડલધામના પ્રમુખ પદેથી નરેશ પટેલનું રાજીનામું

Naresh Patel resignation from Khoddham truest

Divya Bhaskar.Com

Apr 03, 2018, 07:26 PM IST

રાજકોટઃ સમગ્ર ગુજરાતના લેઉવા પાટીદાર સમાજની આસ્થા સમાન ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામું આપી દીધું ? આતંરિક જુથવાદની ચર્ચાને કારણે અચાનક રાજીનામું આપ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અચાનક આપેલા રાજીનામાથી અનેક તર્ક વિતર્ક પાટીદાર સમાજમાં ફેલાયા છે. ખોડલધામ ટ્રસ્ટની વ્યવસ્થા અને વહિવટમાં એક જ વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી રાજીમાનું આપ્યાની વાતે જોર પકડ્યું છે.

DivyaBhaskar.com સાથે પ્રમુખ પરેશ ગજેરાની ખાસ વાતચીત તેમણે કહ્યું આ અફવા છે

ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલ રાજીનામું એ વાતને સંસ્થાના પ્રમુખ પરેશ ગજેરા અફવા ગણાવે છે. તેઓ કહે છે કે નરેશ ભાઇ એ કોઇ પણ પ્રકારના પદેથી રાજીનામું આપ્યું નથી. આ ઉપરાંત ખોડલધામના અન્ય ટ્રસ્ટી હંસરાજભાઇ પણ એવું જણાવે છે કે આ અફવા છે. નરેશભાઇ રાજીનામું આપ્યું નથી.

X
Naresh Patel resignation from Khoddham truest
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી