Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » My son went with friends to see water in the river but did not return

મોરબી જળ હોનારત: ફર્સ્ટ પર્સન; મારો પુત્ર મિત્રો સાથે નદીમાં પાણી જોવા ગયો પણ પરત ન આવ્યો

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 03:31 AM

ધર્મેન્દ્ર પરત ન ફરી શકતા દુકાનનાં પાટિયા પર ઉભો રહી ગયો હતો, પણ પાણી ત્યાં પણ ચઢી ગયું હતુ

  • My son went with friends to see water in the river but did not return

    મોરબી: મોરબીના કુંભાર શેરીમાં રહેતાં પ્રભુભાઈ એમ નગવાડિયાએ જણાવ્યું હતુ કે મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડતા પાડા પુલ પરથી પાણી જતું હોવાથી તેમનો પુત્ર ધર્મેન્દ્ર તેનાં મિત્રો સાથે નદીમાં પાણી જોવા ગયા હતાં. અચાનક પાણી વધી જતા પાછા આવ્યાં હતાં. જોકે ધર્મેન્દ્ર પરત ન ફરી શકતા દુકાનનાં પાટિયા પર ઉભો રહી ગયો હતો, પણ પાણી ત્યાં પણ ચઢી ગયું હતુ. પોતાના હાથ ઉંચા કરતા કરતા બચાવવા કરગરતો હતો પણ પાણી એટલું હતુ કે તેને બચાવી ન શકાયો. મોટા ભાઈ પણ તેને બચાવવા દોડ્યા પણ અમારી નજર સામે ધર્મેન્દ્ર ડૂબી ગયો અને બીજા દીવસે તેનો મૃતદેહ મળ્યો હતો.


    11 ઓગસ્ટે શું બન્યું હતું

    10 `ઓગસ્ટની રાત્રીના મોરબીમાં ૨૫ ઈચ વરસાદ ખાબક્યો હતો તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં 6158 મકાન, 1800 ઝુપડા સાવ નાશ પામ્યા તો 3900 જેટલા મકાનને નુક્શાન થયું હતુ. સરકારી આંકડા મુજબ 1439 માનવ અને 12,849 પશુઓના જીવ ગયા હતા.

    (મોરબી જળ હોનારતની આજે 39મી વરસી: માનવ ભૂલ કે કુદરતી આપદા મોરબીવાસી હજુ પણ અજાણ)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending