રાજકોટ: 28 જૂનથી અમરનાથ યાત્રાનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે આ વખતે સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવા અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડે નિર્ણય કરતા યાત્રા દરમિયાન કેટલાક સંવેદનશીલ એરિયા પર ડ્રોનથી બાજનજર રાખવામાં આવશે. રાજકોટ જિલ્લામાંથી અંદાજે 1500 જેટલા યાત્રિકો અમરનાથ યાત્રા પર જવાના છે ત્યારે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક યાત્રિકોને મૌસમ સંબંધિત જાણકારી એસએમએસના માધ્યમથી આપવામાં આવશે. જેના માધ્યમથી યાત્રાળુઓ આગળ યાત્રા કરવી સુરક્ષિત છે કે નહીં તેની માહિતી મળશે. યાત્રામાર્ગ પરથી કેટલાક સંવેદનશીલ વિસ્તારો પરથી નીકળવાનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો રખાયો છે.
રાજકોટ જિલ્લામાંથી 1500થી વધુ યાત્રાળુઓ જશે અમરનાથ
ત્યારપછી જે યાત્રિક પહોંચશે તેને ત્યાં જ રોકી દેવામાં આવશે અને બીજે દિવસે સવારે યાત્રા પ્રારંભ કરવાની રહેશે તેવો નિર્ણય તાજેતરમાં જ અમરનાથ યાત્રા શ્રાઈન બોર્ડ અને જમ્મુ-કાશ્મીર પોલીસની મળેલી બેઠકમાં લેવાયો છે. વધુમાં દરેક રજિસ્ટ્રેશન કરાવનાર યાત્રિકોના ફોનમાં વાતાવરણ સંબંધિત જાણકારી એસએમએસના માધ્યમથી આપવામાં આવશે. યાત્રિકોને એવું પણ જણાવવામાં આવશે કે તેઓએ યાત્રા ક્યારે કરવી અને ક્યારે રોકી દેવી. ગવર્નર એન.એન. વોરાએ રાજભવન ખાતે જુદા જુદા વિભાગોના વડાઓની હાઈલેવલ બેઠક બોલાવી હતી જેમાં સુરક્ષાને લઇને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેની ચર્ચા કરવામાં આવી હતી. બાલતાલ અને પહલગાંવ જવાના રસ્તે ચેકપોસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે. બંને માર્ગો પર ગુપ્ત કેમેરા લગાવવામાં આવશે.
વધુ માહિતી માટે આગળ વાંચો... વરસાદ આવે તો શું કરવું?, યાત્રિકોને મેસેજથી માહિતી અપાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.