તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિકને મુક્ત નહીં કરો તો PMનો કાર્યક્રમનો વિરોધ થશે, મોરબીમાં પાસના કાર્યકરોએ રામધૂન બોલાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ/મોરબી: હાર્દિક પટેલ સહિત પાસના કન્વીનરો આજે અમદાવાદમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના હતા. ઉપવાસ કરે તે પહેલા જ હાર્દિક સહિત પાસના 300 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલની અટકાયતના પડઘા રાજકોટમાં પડ્યા છે. રાજકોટ પાસના કન્વીનર હેમાંગ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે. તેમજ મોરબીમા પાસ કન્વીનર દ્વારા ધરણા કરી રામધૂન બોલવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન બાદ 7 શખ્સને ડિટેઇન કર્યા હતા.

 

મોરબીમાં સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, ગણ્યા ગાંઠ્યા કાર્યકરોની જ હાજરી


હાર્દિકની અટકાયતને લઇને મોરબીમાં પાસ કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. અને નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલ પ્રતિમા સામે ધરણા કરી રામધૂન બોલાવવામાં આવી હતી. ધરણા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અગમચેતીના ભાગરૂપે ડીવાયએસપી બન્નો જોશી, 7 પીએસઆઇ સહિતનાં પોલીસ કર્મીઓનો સવારથી જ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે માત્ર ગણ્યા ગાંઠ્યા જ પાસ કાર્યકરો જ વિરોધ કરવા દેખાયા હતા. પોલીસ મનોજ કાલરીયા, નિલેશ એરવાડિયા, અલ્પેશ કોઠીયા, રાજેશ કોઠીયા, નિકુંજ દેસાઇ, તરુણ દેસાઈ તેમજ ચેતન વસીયાની સહિતનાની અટકાયત કરી હતી.

 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.........

 

માહિતી અને તસવીરો: કિશન પરમાર, મોરબી.