મોરબી: મોરબી જિલ્લાના સ્થાનિક નેતાગીરીથી નારાજ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો આજે પ્રદેશ કોંગ્રેસને મળ્યા હતા અને સ્થાનિક નેતાગીરી વિરુદ્ધ રજૂઆત કરી હતી. 2019માં લોકસભાનીચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની નારાજગી અને રાજીનામાના દોર ચાલી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત રહ્યો નથી અગાઉ વાંકાનેરના ધારાસભ્ય મોહમદ પીરજાદાએ સ્થાનિક નેતાગીરી સામે નારાજગી દર્શાવતા પ્રદેશ કક્ષા કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તેવામાં ફરી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાનીમાં 16 સભ્ય મોરબી, માળિયા, વાંકાનેર તાલુકા પંચાયત મોરબી નગર પાલિકાના કેટલાક સભ્ય આજે વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓને મળ્યા હતા અને મોરબી જિલ્લા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વિરુદ્ધ રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ મોરબી કોંગ્રેસના સ્થાનિક નેતાઓના મનસ્વી વલણના કારણે માળિયા અને હળવદ તાલુકા પંચાયત ગુમાવી પડી હતી. તો જિલ્લા પંચાયતમાં પણ બહુમતીને અવગણી અન્ય સભ્યને ટિકિટ આપી હતી અને પ્રદેશ લેવલે ખોટું રીપોર્ટીંગ કરી ખોટું ચિત્ર રજૂ કર્યાનું જણાવ્યું હતું.
ઇન્દ્રનીલનો રાજકીય સંન્યાસ, આવી રહી કારકિર્દી, જીવે છે વૈભવી લાઇફ સ્ટાઇલ
આગળની સ્લાઇડ્સ પ્રદેશ પ્રમુખે સાથે બેસી યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી.
માહિતી અને તસવીરો: કિશન પરમાર, મોરબી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.