Home » Gujarat » Power & People » morari bapu meet gadhethad ashram mahant lalbapu at upaleta

આશ્રમની સ્વચ્છતા અને સાધુની અંદરની પવિત્રતા હોય ત્યાં કંઇ ઘટે નહીં: મોરારિબાપૂ

Divyabhaskar.com | Updated - Jul 25, 2018, 04:19 PM

મોરારિ બાપૂએ ઉપલેટા નજીક ગધેથડ આશ્રમની મલાકાત લીધી, ભીખુદાન ગઢવી સાથે રહ્યા હતા

  • morari bapu meet gadhethad ashram mahant lalbapu at upaleta
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મોરારિ બાપૂએ લાલબાપુની લીધી મુલાકાત

    રાજકોટ: કથાકાર મોરારિ બાપૂ અને પ્રખર ગાયત્રી ઉપાસક લાલ બાપુ બંને સંતોનું ગધેથડમાં અવલૌકિક મિલન થયું હતું. પદ્મભૂષણ જાણીતા લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મોરારિ બાપૂએ જણાવ્યું હતું કે, આશ્રમની સ્વચ્છતા અને સાધુની અંદરની પવિત્રતા હોય ત્યાં કંઇ ઘટે નહીં.

    કથાકાર મોરારિ બાપૂ અને જાણીતા લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી ઉપલેટા નજીક ગધેથડમાં વેણુ નદીના કાંઠે આવેલા પ્રખર ગાયત્રી આશ્રમના ઉપાસક લાલ બાપૂની મુલાકાતે આવ્યા હતા. લાલ બાપૂ દ્વારા મોરારિ બાપૂને આવકારવામાં આવ્યા હતા. લાલબાપૂએ જણાવ્યું હતું કે, આપની પધરામણીથી ખૂબ જ આનંદ અનુભવું છું. ત્યારબાદ લાલબાપૂએ મોરારિ બાપૂને મંદિરમાં ગાયત્રી માતાના દર્શન કરાવ્યા હતા અને ભોજનશાળા સહિતની મંદિરની જગ્યાઓની મુલાકાત લીધી હતી. મોરારીબાપૂએ લાલબાપૂની આવી ઉપાસના અને દર્શનાર્થીઓ માટેની ચા-પાણી અને ભોજનની વ્યવસ્થાઓને બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી.

    ફિલ્મ સંજુમાં દર્શાવવામાં આવેલ કમલી ઉર્ફે રિયલ પરેશ ઘેલાણી રાજકોટની મુલાકાતે

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

  • morari bapu meet gadhethad ashram mahant lalbapu at upaleta
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મોરારિ બાપૂએ કહ્યું આશ્રમની સ્વચ્છતા અને સાધુની અંદરની પવિત્રતા હોય ત્યાં કંઇ ઘટે નહીં
  • morari bapu meet gadhethad ashram mahant lalbapu at upaleta
    મોરારિ બાપૂએ લાલબાપૂ સાથે ભક્તિની ગોષ્ઠી કરી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ