Home » Saurashtra » Latest News » Rajkot City » MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police

હાર્દિકનો દાવોઃ જળ સમાધીનો કાર્યક્રમ ન કરવા મને 50 લાખ, વસોયાને 1 Cr.ની ઓફર થઈ હતી

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 05:02 PM

પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું, અમુક લોકોએ તો પોલીસ વેનના અરીસા તોડી નાંખ્યા હતા

  • હાર્દિક પટેલ અને લલિત વસોયાની અટકાયત

    ધોરાજી: ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય વસોયાની જળ સમાધીની ચિમકીના પગલે પોલીસ તંત્ર દ્વારા ભૂખી ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીત વસોયાએ અને પાસ નેતા હાર્દિક પટેલે લોકલડત શરૂ કરી છે. આ દરમિયાન હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે, જળ સમાધીનો કાર્યક્રમ ન કરવા ભાજપના મળતીયાઓ દ્વારા મને 50 લાખની અને લલિતભાઈને એક કરોડની ઓફર થઈ હતી.

    ધારાસભ્ય લલીતભાઇ વસોયા આજે ભૂખી ગામે જળ સમાધી લેવાના હતા. જળસમાધી પહેલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ તરફ જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. હાર્દિક અને વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તમામને જેતપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

    હાર્દિક, લલિત વસોયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને મુક્ત કરાયા


    જેતપુર પોલીસ સ્ટેશન લઇ જવાયા બાદ થોડીવારમાં લલિત વસોયા અને હાર્દિક પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. અટકાયત બાદ લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ચારથી પાંચ દિવસમાં નવી રણનીતિ તૈયારી કરવામાં આવશે.

    પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી

    અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અટકાયત બાદ લલિત વસોયાએ જણાવ્યું હતું કે, હાર્દિક તો મારા સમર્થનમાં આવ્યો છે તો તેની અટકાયત શું કામ કરી? ફરીથી લોકો વચ્ચે આવી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશ અને જરૂર પડ્યે ફરીથી જળસમાધી લઇશ.

    લોકોમાં રોષ

    હાર્દિક અને લલિતભાઇની અટકાયત થતા પોલીસ વેનને રોકવાના સ્થાનિક લોકો દ્વારા પૂરા પ્રયાસ થયા હતા. પોલીસ અને લોકો વચ્ચે થોડુક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અમુક લોકોએ તો પોલીસ વેનના અરીસા તોડી નાંખ્યા હતા અને ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

    હું તો સમર્થનમાં આવ્યો હતો, રાજકીય ઇશારે મારી અટકાયત કરાઇ

    હાર્દિક પટેલે અટકાયત બાદ જણાવ્યું હતું કે, હું તો લલિત વસોયાના સમર્થનમાં આવ્યો હતો, રાજકીય ઇશારે મારી અટકાયત કરવામાં આવી છે. 1200 કરોડની ઓફર સામે 22નો વર્ષનો છોકરો નથી ઝુક્યો, જો મારે તોફાન જ કરવું હોય તો બાજુમાં જ ગોંડલ આવેલા રૂપાણીની સભામાં 5 હજાર લોકોને લઇને ગયો હોત તો રૂપાણીને ભાગવાનો વારો આવ્યો હોત.

    ભાજપના મળિતીયા ઉદ્યોગપતિએ જળસમાધીનો કાર્યક્રમ ન કરવા પૈસાની ઓફર કરી હતી

    હાર્દિકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જળસમાધીનો કાર્યક્રમ ન કરવા લલિતભાઇ અને મને પૈસાની ઓફર કરવામાં આવી હતી. જેમાં મને 50 લાખ અને લલિતભાઇને 1 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી. આ ઓફર અહીંના મિલ માલિકો અને ભાજપના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવી હતી. 25 ઓગસ્ટના કાર્યક્રમને રોકવા અત્યારથી સરકાર દ્વારા મારી અટકાયત કરી લેવામાં આવી છે.

    મારી સાથે અન્ય કોઇ જળસમાધી ન લેતા

    સભામાં લલિત વસોયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, હાર્દિકે કાલે મને તમારી સાથે હું જળસમાધી લઇશ તેવું કહ્યું હતું હતું પરંતુ મારે હાર્દિકને કહેવું છે કે તારી જેવા વીરલાની સમાજને જરૂર છે. અમારી જેવા લોકો આવા આંદોલન કરે તેમા ફક્ત તારા સમાધાનની જરૂર છે. મારી અન્ય લોકોને પણ વિનંતી છે કે મારી સાથે કોઇ જળસમાધી ન લે. સ્ટેજ પર સભા શરૂ થતા જ પોલીસ સતર્ક બની ગઇ હતી. તો લલિત વસોયાએ કહ્યું હતું કે, પોલીસ મને રોકવાનો પ્રયત્ન ન કરે મને છટકતા પણ આવડે છે.

    આ આતંકવાદી સભા નથી તો આટલી પોલીસ શું કામ?: હાર્દિક

    કોંગ્રેસના 12 ધારાસભ્યો, કોંગી કાર્યકર્તા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે. પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેણે જણાવ્યું હતું કે, લોકોના હિતમાં હશે તેમાં મારૂ સમર્થન છે. આ આતંકવાદીની સભા નથી આટલી પોલીસ શું કામ? આટલી રજૂઆત કરવા છતાં કલેક્ટરે કેમ કોઇ પગલા ન લીધા. આ તો હક્ક માટેની સભા છે. મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ જિલ્લાની મુલાકાતે છે ત્યારે હાર્દિકે ભુખી ગામે સભામાં કટાક્ષ કરતા કહ્યું હતું કે ગોંડલ ચાર પાંચ લોકો ઉભા હતા અને મે તેઓને કહ્યુ અહીં કેમ ઉભા છો તો કહ્યું વરરાજા આવે તો હારતોરા કરવા પડેને. જેતપુરમા ડાઇંગ એકમોના માલિકની ગાંધીનગર સુધી પકડ છે ત્યારે લલિતભાઇને કહુ છું કે આની સામે મરવાનું ન હોય, લડવાનુ હોય. આ ગંદા પાણીને દારૂની જેમ વેચો તો ગુજરાતમાં વેચાઇ જશે.

    ભાદરમાં કૂદકો મારીને રહીશ

    લલિત વસોયાએ જળસમાધીના કાર્યક્રમ પહેલા જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ.

    ભાદર ડેમના પાણીની બોટલો સ્ટેજ પર રાખવામાં આવી હતી

    કેમિકલયુક્ત પાણી ભાદર ડેમમાં ભળવાથી લાખો લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. ભુખી ગામે કાર્યક્રમમાં ભાદર-2 ડેમનું કેમિકલયુક્ત પાણીની બોટલો ભરી સ્ટેજ પર રાખવામાં આવી હતી. જેમાં પાણી લાલ કલરનું દેખાયું હતું. કેમિકલયુક્ત પાણીથી અનેક લોકોને ચામડીના રોગો થયા છે. ચામડીના રોગથી પીડાતા 50થી વધુ લોકોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં કોઇને હાથે તો કોઇના ગળાના ભાગે ચામડીના રોગો થયાનું જોવા મળી હતું.

    આ ધારસભ્યો રહ્યા હાજર

    જળસમાધી કાર્યક્રમમાં લોક લડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    બોઘરા અને જયંતી ઢોલ સામે માનહાનિનો દાવો કરીશું

    જળસમાધીને લઇને જસદણના પૂર્વ ધારાસભ્ય ભર બોઘરા અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન જયંતી ઢોલે કરેલા નિવેદનને લઇને લલિત વસોયાએ જણાવ્યું હતું કે, બન્ને વિરૂદ્ધ હુ માનહાનિનો દાવો કરીશ.

    રાજકોટમાં કોલેજ બહાર રોમીયોગીરી કરતા યુવાનોના સીન વીખતી પોલીસ, ઉઠક-બેઠક કરાવી

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

    તસવીરો: ભરત બગડા, ધોરાજી.

  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ઝપાઝપીના દ્રશ્યો
  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાદર-2 ડેમમાં પ્રદૂષિત પાણીનો મામલે આંદોલન છેડ્યું છે.
  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસ છાવણીમાં ફેરવાયું ભુખી ગામ
  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • MLA lalit vasoya jalsamadhi and bhukhi village change in police
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ