ધસમસતા પ્રવાહમાં આવ્યુ લાખો લીટર પાણી, 3 મિનીટમાં ભરાયો ચેકડેમ, દ્રશ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ગઇકાલે રાજકોટ પંથકમાં 1થી 8 ઇંચ વરસાદે આંખના પલકારે નદીમાં ઘોડાપૂર લાવી દીધા હતા. કોરા સુકા ભઠ્ઠ ચેકડેમ પર દરિયાઇ મોજા જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના હડમતાલા ચેકડેમ તો માત્ર 3 મિનિટમાં ભરાઇ જતા સૌ કોઇ આશ્ચયચકિત થઇ ગયા હતાં. ઉપરવાસમાંથી પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે આંખના પલકારામાં તો આખો ડેમ ભરાઇ ગયો હતો અને ગામના સરપંચે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા.

જયરાજસિંહના પુત્રએ ઉતાર્યો હતો વીડિયો

 

ભારે વરસાદના પગલે ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા વરસાદને લઇ ગામની પરિસ્થિતી જોવા નિકળ્યા હતા. ત્યારે ખબર પડી કે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે. ગણેશભાઇ કહે છે કે, સાંજે આઠ વાગ્યા જેવો સમય હતો હું સિધેશ્વર મંદિર પાસે જ હતો. મંદિરની બાજુમાં ગણેશ ઘાટ ચેકડેમ આવેલો છે, ત્યાં ઉભા હતા અને ખબર પડી કે ઉપરથી પાણી આવી રહ્યું છે. પાણીનો ધસમસતો પ્રવાહ પણ દેખાયો અને મોબાઇલમાં કેદ કરવાનો પ્રયાસ કર્યો. જોયુ તો ધાર્યા બહારનું પાણી આવી રહ્યું હતું. એટલું પાણી આવ્યું કે 3 મિનિટમાં લાખો લીટરની ક્ષમતાવાળા સુકા ભઠ્ઠ ડેમમાં દરિયાઇ પાણી જેમ મોજા ઉછળવા લાગ્યાં.


સૌરાષ્ટ્રમાં બીજા દિવસે 1થી 4 ઇંચ વરસાદ, વીલીંગ્ડન ડેમ ઓવરફ્લો

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....