• Gujarati News
  • National
  • Memory Of Atal Bihari Vajpayee In Rajkot And Chiman Shukla And Vallabh Kathiriya Interview

અટલજીના રાજકોટ સાથેના સંસ્મરણો, ચીમનભાઇના ઘરે જમતા, ખીચડી, મેથી-પાલકની ભાજી બનાવડાવતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રાજકોટ સાથે પણ અતૂટ નાતો રહ્યો હતો. રાજકોટમાં સભા કરતા ત્યારે સૌરાષ્ટ્રભરમાંથીલોકો તેને સાંભળવા આવતા હતા. રાજકોટમા જનસંઘના પાયાના પથ્થર ચિમનભાઇ શુક્લ સાથે પરિવારની જેમ રહેતા હતા. ચિમનભાઇના પુત્રી કાશ્મિરાબેને જણાવ્યું હતું કે, રાજકોટ આવે એટલે અમારા ઘરે જ રોકાતા, મારા મમ્મી પાસે ખીચડી, મેથી-પાલકની ભાજી અને રોટલી-શાક બનાવડાવતા. તેમના જેવું વ્યક્તિત્વ જ થાય. અમારા આખા પરિવારને નામથી ઓળખતા.

 

ચીમનભાઇ 19 દિવસ ઉપવાસ કર્યા ત્યારે ખૂબ જ ચિંતિત હતા અટલજી

 

ચિમનભાઇ શુક્લના પુત્ર કશ્યલ શુક્લએ સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર કે રાજકોટની મુલાકાતે આવે ત્યારે મારી ઘરે અચુક આવતા, અમારા પરિવારમાં પણ એક મોભી આવ્યા હોય તે રીતે તેની આગતા સ્વાગતા કરવામાં આવતી હતી. 1952ની સાલમાં જનસંઘની સ્થાપના થઇ ત્યારબાદ રાજકોટ કોર્પોરેશનમાં સૌ પ્રથમ વખત ભાજપ આવ્યું અને એક સીટ માટે પક્ષપલ્ટાની વાતને લઇને ચીમન શુક્લએ 19 દિવસના ઉપવાસ કર્યા હતા. તે સમયે અટલજી દિલ્હી બેઠા બેઠા ચિંતા વ્યક્ત કરી હતી અને રાજમાતા અને અડવાણીજીને રાજકોટ મોકલ્યા હતા કે આ બધું રેવા દો તબિયત સંભાળો. આ સિવાય કશ્યપ શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે, 1948 -50માં નાગપુર ખાતે સંઘની તાલીમ હતી તે સમયે એક રૂમમા અટલજી, મારા પિતા એટલે ચિમન શુક્લ અને અડવાણીજી રોકાયા હતા. મને યાદ છે સૌ પ્રથમ વખત રાજકોટમાં મહિલા મેયર તરીકે ભાવનાબેન જોષીપુરાની વરણી થઇ ત્યારે તેના શપથ વખતે અટલજીએ સૌ કોઇને હાથમાં કમળ પકડાવાનું કહ્યું હતું અને શપથ લેવડાવ્યા હતા.

 

વાંકાનેર રેલવે ફાટક પર નવસારીના યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું, મોતનો Live વીડિયો વાયરલ

 

વધુ માહિતી વાંચવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો....... 1995-96માં અટલજી રાજકોટ આવ્યા હતા અને શહેરના શાસ્ત્રીમેદાન અને ચૌધરી મેદાનમાં સભાઓ ગજવી હતી.