તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Man Doctor Phisycal Torture To Woman Doctor In Rajkot Civil Hospital But PI And CP Want Close Matter

રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર ડોક્ટરના દુષ્કર્મને છૂપાવવા CP અને PIના હવાતિયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.સચિનસિંઘ મૂળ યુપીનો અને હાલ અમદાવાદમાં રહે છે - Divya Bhaskar
ડો.સચિનસિંઘ મૂળ યુપીનો અને હાલ અમદાવાદમાં રહે છે

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલમાં જુનિયર મહિલા તબીબ પર સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઇ ગઇ હોવા છતાં કિસ્સો બહાર આવે નહીં તે માટે પોલીસ કમિશનર અને પ્ર.નગર પીઆઇએ હવાતિયા માર્યા હતા, જો કે ઘટના બહાર આવી જ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવું શા માટે કર્યું તે તપાસનો વિષય બન્યો છે. 

નાઇટ ડ્યુટી વખતે દુષ્કર્મ આચર્યું

 

રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં ફરજ બજાવતી મહિલા તબીબ પર નાઇટ ડ્યૂટી વખતે તેના જ સિનિયર ડોક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. શનિવારે મહિલા તબીબે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થતાં પોલીસે ડો.સચિનસિંઘની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો હતો. શહેર પોલીસ દફતરે કોઇપણ ગુનો નોંધાય ત્યારે પોલીસ દ્વારા એ ગુનાની વિગત ડેઇલી ક્રાઇમ રિપોર્ટમાં જાહેર કરવામાં આવે છે. ડો.સચિનસિંઘ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ ગઇ હતી, રિમાન્ડ પર પણ લેવાઇ ગયો હતો છતાં તે અંગેની નોંધ ડેઇલી રિપોર્ટમાં જાહેર કરવામાં આવી નહોતી. 

 

પ્ર.નગરના પીઆઇએ આવી ઘટના બની જ નથી તેવું કહ્યું હતું

 

ઘટના અંગે પ્ર.નગરના પીઆઇ કાતરિયાને આ અંગે પૃચ્છા કરતા શરૂઆતમાં તો તેમણે આવી કોઇ ઘટના બની જ નથી તેવો ઉતર આપ્યો હતો. ત્યારબાદ ફરીથી ફોન કરી ડો.સચિનસિંઘનું મેડિકલ પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તે સહિતની વિગતો આપતા પીઆઇ કાતરિયાએ ગુનો નોંધ્યાની વાત સ્વીકારી આ અંગે પોલીસ કમિશનર સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપશે તેમ કહી વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. 

 

રાજકોટ પોલીસ અધિકારીઓએ જ પોતાની ઇચ્છાથી આ કૃત્ય કર્યું હતું તે અંગે તપાસ થવી જોઇએ

 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેમણે ગુનો નોંધ્યો છે, પરંતુ ગંભીર ગુનો હોય કોર્ટની ગાઇડ લાઇન મુજબ ભોગ બનનારની સલામતી માટે વિગતો જાહેર કરવામાં આવી નથી તેવો બચાવ કર્યો હતો. પરંતુ અગાઉ આ પ્રકારના તમામ ગુનાની વિગતો જાહેર કરવામાં આવતી હતી તો આ કેસમાં પોલીસે શા માટે વિગતો જાહેર કરવાનું ટાળ્યું તે પ્રશ્ન મહત્વનો બન્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ શહેરના વતની છે. રાજ્ય સરકાર બેટી બચાવો અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે ત્યારે રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલમાં મહિલા તબીબ પર તેના સિનિયર ડોક્ટરે કરેલા કૃત્યને છાવરીને પોલીસ તંત્ર રાજ્ય સરકારની નીતિ સામે નોર ભરાવતું હોય તેવો ઘાટ સર્જાયો હતો. આ પ્રકરણ દબાવવા માટે પોલીસ અધિકારીઓને રાજ્યના પોલીસવડા, ગૃહ સચિવ કે ગૃહમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, રાજકોટ પોલીસ અધિકારીઓએ જ પોતાની ઇચ્છાથી આ કૃત્ય કર્યું હતું તે અંગે તપાસ થવી જોઇએ તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી. 

 

આરોપી ડોક્ટર છે એટલે દબાવવાનો પ્રયાસ થયો

 

શનિવારે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, ડોક્ટરની ધરપકડ થઇ ગઇ અને બે દિવસના રિમાન્ડ પર આરોપી પોલીસને મળ્યો. પોલીસે આવી કોઇ ઘટના બન્યા અંગે શરૂઆતમાં ઇન્કાર જ કરી દીધો. પોલીસે આવું શા માટે કર્યું, ડો.સચિનસિંઘના કરતૂતો જાહેર થાય નહીં તે માટે રાજકીય સૂચના હતી, પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી, તપાસનીશ અધિકારીએ પોતાની રીતે નિર્ણય લઇ લીધો હતો, પોલીસ કમિશનરે આવી સૂચના આપી હતી, જો આવી સૂચના આપી હતી તો શા માટે આપી હતી, અગાઉના કેસમાં આવું કેમ થયું નહોતું, અગાઉ ભોગ બનનાર યુવતીઓ સામાન્ય પરિવારની હતી એટલે એમનો કિસ્સો જાહેર કરાયો, આ કેસમાં આરોપી ડોક્ટર છે એટલે દબાવવાનો પ્રયાસ થયો. 

 

ડો.સચિનસિંઘના કિસ્સામાં જ પોલીસે પોતાની નીતિ બદલાવી હતી

 

સિવિલ હોસ્પિટલના ડો.સચિનસિંઘ સામે દુષ્કર્મનો ગુનો નોંધી ઘટનાને દબાવવાનો પ્રયાસ કરનાર પોલીસે આરોપીને મહેમાનની જેમ સાચવ્યો હોવાની પણ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું કે, ડો.સચિનસિંઘની ધરપકડ બાદ તબીબી પરીક્ષણ માટે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. દુષ્કર્મના કોઇપણ આરોપીને પરીક્ષણ માટે પોલીસ લઇ જાય છે ત્યારે ઇમરજન્સી વિભાગમાં તેનું પરીક્ષણ કરાવવામાં આવે છે, પરંતુ ડો.સચિનસિંઘને પોલીસ હોસ્પિટલે લઇ ગઇ ત્યારબાદ ડોક્ટર રૂમમાં જ તેનું પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને આ બાબત પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ફૂટેજ ચેક કરવામાં આવે તો પોલીસ દ્વારા કરવામાં આવેલી મહેમાનગતિ પણ પ્રકાશમાં આવે. આ ઉપરાંત પોલીસ મથકમાં પણ આરોપી તબીબ સાથે કૂણું વલણ દાખવવામાં આવતું હોવાની પણ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. દુષ્કર્મ જેવા ગંભીર બનાવમાં આરોપીને બચાવવા પોલીસ શા માટે મેદાને પડી તેનું કારણ પણ બહાર આવે તે માટે અલગથી તપાસ આવશ્યક છે. 

 

દુષ્કર્મ પ્રકરણમાં શરૂઆતથી અત્યાર સુધીનો ઘટનાક્રમ 

 

-2 સપ્ટેમ્બરે સર્જરી વિભાગના વડાને મહિલા તબીબે અરજી કરી દુષ્કર્મ થયાની ફરિયાદ કરી 
-અરજીમાં 30 ઓગસ્ટે ડો.સચિનસિંઘે સર્જરી વોર્ડમાં રાત્રી દરમિયાન શારીરિક અત્યાચાર કર્યાનો ઉલ્લેખ 
-3 સપ્ટેમ્બરે કોલેજની એન્ટિ હેરેસમેન્ટ કમિટીની બેઠકમાં સચિનને હાજર કરાયો 
-બેઠકમાં સચિને કમિટી સમક્ષ કબૂલાત આપી કે 'હા મે તેની ઉપર શારીરિક અત્યાચાર કર્યો' 
-સચિનની કબૂલાત પરથી તેને તાત્કાલિક એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયો 
-મહિલા તબીબ અને તેના પિતાને કમિટીએ પોલીસ ફરિયાદની સલાહ આપી 
-બંનેએ કોલેજના પગલાંથી સંતુષ્ટ હોવાનું કહી ફરિયાદ નહીં કરવાનું કહ્યું 
-4 સપ્ટેમ્બરે સસ્પેન્શન અમલી થયું અને સચિનનો હોસ્ટેલનો રૂમ ખાલી કરાવાયો 
-22 સપ્ટેમ્બરે મહિલા તબીબે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી 

-આરોપી સચિનસિંઘ મૂળ યુપીના વારાણસીનો અને અમદાવાદમાં રહેતો હોવાનું આવ્યું સામે

 

ડો. સચિને બે વખત કહેલું કે તું મને ખુબ ગમે છે, મારે તારી સાથે રિલેશનશીપ રાખવી છે 

 

ડો. સચિને બે વખત કહેલું કે, તું મને ખૂબ ગમે છે, મારે તારી સાથે રિલેશનશીપ રાખવી છે પણ મહિલા તબીબે જાકારો આપી કહેલું કે, મને આવી કોઇ બાબતમાં રસ નથી, માત્ર અભ્યાસમાં ધ્યાન રાખવું છે. છતાં ડો. સચીન પાછળ પડી ગયો હતો અને છેલ્લે પોત પ્રકાશ્યું. સિનિયર ડોક્ટર દ્વારા બળાત્કારનો ભોગ બનેલા જુનિયર મહિલા ડોક્ટરે પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, એકાદ મહિના પહેલા પોતે પોતાની નોકરી પર હતાં ત્યારે ડો. સચિને આવીને કહેલું કે તું મને ખૂબ જ ગમે છે અને મારે તારી સાથે રિલેશનશીપ રાખવી છે. ત્યારે તેને સ્પષ્ટ કહી દીધુ હતું કે આવી કોઇ રિલેશનશીપ કે ફ્રેન્ડશીપમાં રસ નથી અને આવી બાબતોની વાત પણ ન કરવી. પોતાને માત્ર અભ્યાસમાં જ ધ્યાન કેન્દ્રિત કરવું છે તેવી વાત પણ કરી હતી. આમ છતાં ડો. સચિન વારંવાર સંબંધ રાખવા દબાણ કરતો હતો અને પોતે તેને સતત ઇગ્નોર કર્યો હતો. છેલ્લે 31 ઓગષ્ટની રાતે ડો. સચિનસિંઘે પોત પ્રકાશ્યું હતું અને હેવાનીયત આચરી લીધી હતી.

 

આગળની સ્લાઇડ્સ સચિન બનાવ સમયે હાજર હોવાનું સીસીટીવીમાં કેદ. 

 

રાજકોટની 14 વર્ષની ખેડૂત પુત્રી અર્ચનાની કોમનવેલ્થ જૂડોમાં પસંદગી