રાજકોટ: શહેરના મહાનગરપાલિકા આયોજીત દેવાયત બોદરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ બાદ ડાયરામાં લાખો રૂપિયા ઉડ્યા હતા. જેમાં 10 રૂપિયાની નવી નોટના બંડલ આવ્યા હતા અને લાખો રૂપિયા ઉડ્યા હતા. જો કે બીજી તરફ બેંક સહિત કોઇ પાસે નવી નોટની અછત વર્તાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ ડાયરામાં પૈસા ઉડાવવાની મનાઇ હતી. ડાયરાનો વીડિયો વાયરલ થતા લોકમુખે ચર્ચા જાગી છે કે, 10 રૂપિયાની નવી નોટો જોવા પણ મળતી નથી તો આ લોકો આટલી નોટો ક્યાંથી લાવ્યા હશે તે સવાલ ઉભો થયો છે.
કોંગ્રેસના કોર્પોરેટર વીડિયોમાં દેખાય છે
ગત રાત્રે દેવાયત બોદરની પ્રતિમાના અનાવરણ પછી ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજભા ગઢવી, માયાભાઇ આહિરે જમાવટ કરી હતી. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક સહિતના અન્ય સાથી મિત્રોએ 10 રૂપિયાની નવી નોટનો વરસાદ કર્યો હતો. જો કે નવા બંડલ દેખાતા બેંકમાં જ કાળો કારોબાર ચાલતો હોવાની પણ એક ચર્ચા ઉઠી છે.
આ પણ વાંચો,
(સુરતઃ ડાયરામાં બ્રિજરાજદાન પર 2 હજારની નોટોનો વરસાદ, ઉડાવ્યા 1 કરોડ)
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..........
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.