Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Let me tell,Chief Ministers vijay Rupani post to be safe: Hardik Patel

મેં કહ્યું એટલે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદ બચ્યું : હાર્દિક પટેલ

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 04:10 AM

હાર્દિક પટેલની મોટાદડવાથી દ્વારકા સુધીની વિજય સંકલ્પ યાત્રા

  • Let me tell,Chief Ministers vijay Rupani post to be safe: Hardik Patel

    મોટાદડવા: પાટીદાર સમાજને અનામત આપવાની અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માગણી સાથે અને વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના ભાગરૂપે બુધવારે મોટાદડવાથી ‘પાસ'ના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની આગેવાનીમાં વિજય સંકલ્પ યાત્રાનો મોટાદડવાથી સવારે પ્રારંભ થયો હતો. જે મોડી રાત્રીના દ્વારકા પહોંચી હતી. દરમિયાન હાર્દિકે કહ્યું હતું કે, ‘મેં કહ્યું એટલે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદ બચ્યું છે. આ તકે હાર્દિક પટેલનો આભાર માનવો જોઈએ.’


    મોટાદડવા પાટીદાર સમાજની બાળાઓએ કુમકુમ તિલકથી યાત્રાને વધાવી હતી. આટકોટ જસદણ તેમજ રાજકોટ સુરત આજુબાજુના ગામડાનો પાટીદાર સમાજ એકત્ર થયો હતો. વિજય સંકલ્પ યાત્રાના હેતુ અંતર્ગત હાર્દિકે કહ્યું કે, ખેડુતો પર થતાં અત્યાચાર તેમજ તેમનું સંપૂર્ણ દેવું માફની માગણી માટે એક દિવસીય ઉપવાસ કરશે તેમજ દ્વારકાધીશને શીશ ઝુકાવશે. શિક્ષણમાં ટકાવારી ઊંચી હોવા છતાં રોજગારી તકો તેમજ નોકરીથી વંચિત રહી જતો સમાજ, મગફળીમાં થતા ગોટાળા, મગફળી શાપર કાંડમાં આજે ત્રણ મહિના થયાં છતાં એફ. આઇ.આર પણ નથી થઈ તેમજ ટેકાના ભાવ પાક વીમાના કૌભાંડ સામે અવાજ ઉઠાવવામાં આવશે.

    નર્મદાનું પાણી ખેડૂતોને મળતું નથી આ પાણી સરકાર દ્વારા રિલાયન્સ અદાણીને આપવામાં આવી રહ્યું છે. પાણી હોવાં છતાં ખેડૂતોને પાણી અપાતું નથી. હાર્દિકે ઉમેર્યું હતું કે, મેં કહ્યું એટલે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદ બચ્યું છે આ તકે હાર્દિક પટેલનો આભાર માનવો જોઈએ. મારા કહેવાથી મુખ્યમંત્રી રહી ગયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending