7 પાસ સ્વામીએ બનાવી 70 ઉંચી અક્ષર દેરી, આ કારણે હોલીવૂડમાં મેળવી નામના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ : ગોંડલ અક્ષર મંદિરના આંગણે સાર્ઘ સતાબ્દી મહોત્સવ નિમિતે નગરમાં તૈયાર કરવામાં આવેલ 70 ફૂટની અક્ષર દેરી બનાવનાર સ્વામી બ્રહ્મ ચરણ સ્વામી માત્ર 7 ધોરણ ભણેલા છે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુ મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સદા મુમુક્ષુની આધ્યાત્મિક પ્રગતિ તો થાય છે, પણ સાથે સાથે તેમની હુન્નરનો પણ અદ્ભુત વિકાસ થાય છે. તેનું ઉદાહરણ છે પૂજ્ય બ્રહ્મચરણ સ્વામી. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જ હાથ નીચે તૈયાર થયેલા પૂજ્ય બ્રહ્મચરણ સ્વામીનો આંશિક પરિચય જોઈએ.

 

પૂર્વાશ્રમમાં 7મી કક્ષા પર્યંત અભ્યાસ કરી એક સામાન્ય વ્યક્તિ તરીકે 1981ના વર્ષમાં દીક્ષા પ્રાપ્ત કરી, અને ફક્ત ગુરુની પ્રસન્નતા હેતુ સૌ પ્રથમવાર 1981માં ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દીમાં  સ્ટેજ સુશોભનની સેવામાં ઝંપલાવ્યું, જે તેઓની પ્રથમ સ્વાનુભૂતિ હતી. પછી 1985માં ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દી ઉપક્રમે, 1985માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવમાં, 2007માં સંસ્થા શતાબ્દી ઉત્સવે તથા બધા ફૂલદોલ ઉત્સવો અને વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજની દરેક જન્મજયંતી પર અચંબામાં મૂકે તેવી સેવા કરી છે. તેઓમાં મંચ સુશોભન, સેટ ગોઠવણી જેવી અનેક સૂઝ પ્રશંસનીય અને વિશ્વવિક્રમી છે.

 

ફક્ત અહીંથી જ તેઓની યાત્રા ન અટકી. વિશ્વની એક શ્રેષ્ઠ I-max film “નીલકંઠ યાત્રા”માં પણ પોતાની આગવી કળા અર્પી, જે વિશ્વનાં ફિલ્મ જગતનાં માંધાતાઓ માટે પણ ખૂબ જ આશ્ચર્યકારક છે, તેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરાવી સંપ્રદાયનાં ગૌરવમાં અતિવૃદ્ધિ કરી. હોલીવૂડ ક્ષેત્રના દિગ્ગજ કેમેરામેન રીડ સ્મુથ હોય કે પછી મ્યુઝીશીયન સેમ કાર્ડન હોય કે ભારતીય સંગીતના અન્ય વિશારદ હોય, સૌએ પૂજ્ય બ્રહ્મચરણ સ્વામીની પ્રતિભાનાં બે મુખે વખાણ કર્યા છે વિશ્વવિખ્યાત હોલીવૂડ દિગ્દર્શક કીથ મિલ્ટને ઉચ્ચાર્યું હતું કે, “જો આવી પ્રભાવશાળી વ્યક્તિ જો બોલીવૂડ કે હોલીવૂડમાં હોય તો જરૂર ઓછા ખર્ચે સઘળું કામ પૂરું થાય.”

 

મંદિરના સિંહાસનો હોય, ઇન્ટીરીઅર ડીઝાઈન હોય કે અજોડ અક્ષરધામના પ્રદર્શન ખંડો હોય પરંતુ દરેક કાર્યોમાં તેઓની ભક્તિરૂપી કળાની સુવાસ ભળી અને પ્રત્યેક સેવા અભૂતપૂર્વ અને વિશ્વશ્રેષ્ઠ બની જેનો ઇતિહાસ સાક્ષી છે. તેઓ સેવા કરે છે તેમાં એક જ આશા છે ભગવાનની પ્રસન્નતા. હાલમાં અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિતે તેમનું કળા કૌશલ્ય સમગ્ર નગરમાં દૃશ્યમાન થઈ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...