Home » Gujarat » Power & People » Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot

ખોડલધામ 'નરેશ'એ કર્યા છે લવ મેરેજ, રહે છે વૈભવી બંગલામાં

Divyabhaskar.com | Updated - Jul 25, 2018, 04:21 PM

બન્ને કોલેજમાં સાથે ભણતા, બેસતા છેલ્લી બેન્ચે, પરસ્પરનો વિશ્વાસ સફળ પ્રેમલગ્ન

 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પત્ની શાલિનીબેન સાથે નરેશ પટેલે અને તેમનું ઘર

  રાજકોટ: લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલનો આજે 54મો જન્મદિવસ છે. આજે જન્મદિન નિમિતે સત્યમ પાર્ટી પ્લોટમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં અવ્યું છે. તેઓ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમાં શિવાલય નામના બંગલામાં રહે છે. તેના સરળ અને નિખાલસ સ્વભાવ પ્રમાણે તેનો બંગલો તેની રહેણી કરણી અને રાચ રચીલું પણ સાવ સરળ છે, નરેશ પટેલે લવ મેરેજ કર્યા છે. પત્ની શાલિનીબેન હરિયાણાના જૈન પરિવારના દિકરી છે. તેમને જણાવ્યા કે, હું એમનાથી સવા વર્ષ મોટી છું. એસવાયબીકોમમાં તે મારી પાછળ પાછળ ફરતા. એકવાર મેં કહ્યું કે શું પાછળ આવો છો, અંતે પ્રપોઝ પણ મેં જ કર્યું.


  પરસ્પરનો વિશ્વાસ અને બન્નેની ફ્રિડમ સફળ પ્રેમલગ્ન

  નરેશ પટેલ અને તેમના પત્નીએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ વખતે જ નરેશભાઇને શાલિનીબેન સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. બન્ને છે છેલ્લી બેન્ચે જ બેસતા, 1984માં અમે લવ મેરેજ કર્યા. તે સમયે પટેલ સમાજમાં લવ મેરેજ બહુ મોટી વાત ગણાતી. થોડી પરિવારને સમજાવટ બાદ લગ્ન થયા, માત્ર પ્રેમલગ્ન થઇ જાય એટલે વાત પૂરી નથી થતી. પરંતુ તેને સફળ બનાવવા પરસ્પરનો વિશ્વાસ અને બન્નેને ફ્રિડમ મહત્વનો ભાગ ભજવે છે.

  ગોંડલ: પિતાના સગીરા સાથે અનૈતિક સંબંધ, 3 વર્ષની પુત્રીની હત્યા કરી બોરમાં ફેંકી

  આગલની સ્લાઇડ્સમાં વાંચો... લવ મેરેજમાં સ્ત્રીપાત્રે જ વધુ જતું કરવું પડે છે

 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ઘરનું નામ શિવાલય અને વાડીનું નામ શિવોત્રી છે

  લવ મેરેજમાં સ્ત્રીપાત્રે જ વધુ જતું કરવું પડે છે

   

  ખોડલધામ નરેશ પટેલે નિખાલસતા સાથે વધુમાં જણાવ્યું હતું કે, લવ મેરેજ પછી સ્ત્રી પાત્રએ વધુ જતું કરવું પડે છે, ઘર, પરિવાર, રહેણીકરણી બદલાવી પડે છે. આજના યુગના પ્રેમમાં ધીરજ નથી, જતુ કરવાની સહનશક્તિ નથી. ઓડી અને પૈસા પાછળનો પ્રેમ વધ્યો છે. હું તો પ્રથમ વખત મારૂતિ ફ્રન્ટીમાં પત્નીને ફરવા લઇ ગયો હતો. પરિવારનો થોડો વિરોધ હતો કે લગ્ન ટકશે કે નહીં, પરંતુ અમારા આત્મવિશ્વાસે આ લગ્નજીવન સફળ બનાવ્યું છે.

   

  પત્નીની જીદ રાજકારણ નહીં

   

  11 જુલાઇ 1965ના રોજ નરેશભાઇનો જન્મ થયો હતો. તેઓ છ ભાઇ-બહેનોમાં સૌથી નાના છે. શાલિનીબેને જણાવ્યું છે કે, નરેશે મને અને મારી લાઇફને ખૂબ મહત્વ અને માન આપ્યું છે. તેમને રાજકારણમાં જવું હતું પણ મારી જીદ હતી કે, રાજકારણ તો નહીં જ.

   

  ખોડલધામ નરેશ નેશનલ લેવલના બાસ્કેટબોલ પ્લેયર

   

  સંગીત અને સ્પોર્ટસના શોખીન નરેશભાઇ નેશનલ લેવલે બાસ્કેટબોલ રમી આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ બાદ ત્રણ ડિફેન્સ વિંગમાંથી કોઇ પણ એક વિંગમાં જવાની ઇચ્છા હતા. જેમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે. પરંતુ પિતાનો આદેશ આવ્યો કે, કારખાનું સંભાળી લો. અને નરેશભાઇએ પિતાની વાત માની.

   

  આગળની સ્લાઇડ્સમાં વાંચો... નરેશભાઇ શિવભક્ત સંતાનોના નામ પણ તેના પરથી જ રાખ્યા

 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  નરેશભાઇ શિવભક્ત સંતાનોના નામ પણ તેના પરથી જ રાખ્યા

  નરેશભાઇ શિવભક્ત સંતાનોના નામ પણ તેના પરથી જ રાખ્યા

   

  નરેશભાઇને સંતાનમાં બે દીકરી છે શિવાંગી અને સોહમ. એક દીકરો છે જેનું નામ છે શિવરાજ. દીકરીઓ પરણીને વડોદરા સાસરે છે. દીકરો પટેલ બ્રાસ વર્કસમાં ડાયરેક્ટર છે. નરેશભાઇ પાકા શિવભક્ત છે એટલે સંતાનોના નામ શિવજીના સ્વરૂપ પ્રમાણે જ રાખ્યા છે. જો કે, તેમના ઘરનું નામ શિવાલય અને વાડીનું નામ શિવોત્રી છે. બહુ ઓછા લોકો જાણે છે કે, શ્રાવણ મહિનામાં નરેશ પટેલ પ્રવાસ કરતા નથી.

   

  નરેશ પટેલ પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડિરેક્ટર

   

  નરેશભાઇ હાલ પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડાયરેક્ટર છે. નરેશભાઇએ બિઝનેસ સંભાળ્યો ત્યારે એક્સપોર્ટ ઝીરો હતું. આજે ટોટલ બિઝનેસનું એક્સપોર્ટ 65 ટકા જેટલું છે.

   

  વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  દર જન્મદિવસે કરે છે રક્તદાન કેમ્પ
 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૂતકાળમાં વર્લ્ડ રેકોર્ડમાં નામના મળે તેટલું દાન એકઠુ કર્યું છે
 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સંતાનોના નામ શિવજીના સ્વરૂપ પ્રમાણે જ રાખ્યા છે
 • Khodalham Naresh has made love marriage, in luxury bungalow in Rajkot
  નરેશભાઇ હાલ પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડાયરેક્ટર છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ