નરેશ પટેલે કહ્યું પહેલાં હાર્દિકને સમજાવીશ પારણાં કરી લે, પછી બધું થશે

નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર
નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર

નરેશ પટેલે એક નિવેદનમાં બતાવી તૈયારી, પરિસ્થિતિ વણસે તે પહેલા ઘડાતો તખ્તો

DivyaBhaskar.com

Sep 07, 2018, 02:16 AM IST

રાજકોટ: અનામત તેમજ પાટીદારો પર થયેલા અત્યાચાર અને ખેડૂતના પ્રશ્ને આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને મળવા માટે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ શુક્રવારે અમદાવાદ જશે અને હાર્દિકને સમજાવશે કે શરીર સ્વસ્થ તે રહે તે માટે પહેલા પારણાં કરી લેવા જોઈએ.


દિવ્ય ભાસ્કરની વાતચીતમાં નરેશ પટેલે એમ પણ કહ્યું હતું કે, પાસના આગેવાનો અને સરકાર જો ઈચ્છશે તો મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે. મધ્યસ્થીના મુદા શું હશે તે અંગે તેમણે કહ્યું હતું કે, હજુ સુધી કોઈ મુદા તૈયાર કરાયા નથી. પરંતુ, શુક્રવારે હાર્દિક પટેલને મળવા જઈશ અને ત્યાં જે પ્રમાણે ચર્ચા વિચારણા થશે ત્યારબાદ શું કરવું તે અંગેનો નિર્ણય કરીશ.

સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢ ગણાતા શહેરો અને ગામડાંમાં રામધૂન, ચક્કાજામ અને બંધ સહિતના કાર્યક્રમો


હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે. આંદોલનના 13માં દિવસે તબિયત વધુ બગડી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢ ગણાતા શહેરો અને ગામડાંમાં રામધૂન, ચક્કાજામ અને બંધ સહિતના કાર્યક્રમો અપાય રહ્યા છે. સૌરાષ્ટ્રમાં દિવસે-દિવસે હાર્દિકના સમર્થનમાં આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. હવે મહિલાઓ પણ મેદાનમાં આવી રહી છે. ત્યારે ખોડલધામના પ્રણેતા અને પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલે મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવતા આગામી કલાકોમાં સારા સમાચાર સાંભળવા મળે તો ના નહીં કહેવાય.


નરેશ પટેલ શુક્રવારે જ અમદાવાદ જશે અને હાર્દિક પટેલ જ્યાં ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં જઈને સૌ પ્રથમ તો હાર્દિકને સમજાવશે કે પારણાં કરી લેવા જોઈએ. ત્યારબાદ આગળની ગતિવિધિ કરવી જોઈએ. હવે નરેશ પટેલ મેદાને આવ્યા છે ત્યારે હાર્દિક પટેલ પારણા કરી લેશે કે કેમ? કે પછી નરેેશ પટેલ સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થી બનીને કોઈ નવો જ રસ્તો અપનાવે છે તે આગામી 24 કલાકમાં સ્પષ્ટ થઈ જશે.

હાર્દિકના સમર્થનમાં કોટડાસાંગાણીના નાનાવડિયામાં મહિલાઓએ થાળી વગાડી, 11 યુવાનોએ કર્યું મુંડન

X
નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયારનરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી