Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » 'ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે એને કાઢી મુકીએ' Audio વાયરલ / Khodaldham has been let down here, lets get rid of it, Audio Viral

'ખોડલધામ વાળાને અહીં બેસવા દીધા છે એને કાઢી મુકીએ' ઓડિયોનો Video Viral

Divyabhaskar.com | Updated - Jun 23, 2018, 06:36 PM

ખોડલધામ ફરી વિવાદમાં,સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનનો ઓડિયો વાઇરલ થયો

  • ઓડિયો રૂપે વીડિયો વાઇરલ

    રાજકોટ: પાટીદાર સમાજની આસ્થા સમાજ ખોડલધામ સંસ્થા ફરી વિવાદમાં આવી છે. આ પહેલા ખોડલધામ નરેશના રાજીનામાને લઇ વિવાદમાં આવી હતી.આજે ફરી એક ઓડિયો સોશિયલ મીડિયામ વાઇરલ થયો છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(kdvs)નાં ટ્રસ્ટી એક વિધાર્થીને કહે છે. અહીં ખોડલધામનું કહી નથી. તમે તે મગજમાંથી કાઢી નાંખો.

    એક વિધાર્થીની સાથે ટ્રસ્ટીએ કર્યો વાણી વિલાસ

    કલ્ચર ફાઉન્ડેશનનાં પ્રમુખ વલ્લભ સતાણી,ઉપપ્રમુખ જવેરભાઇ બુધેલીયાના ફોટા સાથે વિડીયો ક્લિપ વાઇરલ થઇ છે. તેમાં સરકારી નોકરી મેળવા મથતી એક વિધાર્થી સાથે વાતો કરી હતી. જેમા તેને વાણી વિલાસ કરતા જણાવ્યું હતુ કે, આ ખોડલધામ કાંઇ નથી આમાં બે હજાર આજીવન સભ્યો છે. આ ફક્ત ને ફક્ત એજ્યુકેશન માટે ચલાવી છીએ. એમાં એવું છે જ નહીં કે, માત્ર લેઉવા પટેલનેજ ભણાવવાં અને ખોડલધામ મહિલા સમિતી છે. તેને માત્ર અહીં બેસવા દીધા છે. કાલ સવારે એને પણ કાઢી મુકીએ અહીં માત્ર સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનો જ કબ્જો છે. એનોજ વહીવટ અહીં થશે.

    રાજુલાઃ સગાઈથી પરત ફરતા પરિવારનો અકસ્માત 7ના મોત, 24 ગંભીર

    વધુ માહિતી માટે આગળ વાંચો... ફરી ખોડલધામ નરેશનનુ મૌન

  • 'ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે એને કાઢી મુકીએ' Audio વાયરલ / Khodaldham has been let down here, lets get rid of it, Audio Viral
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફરી ખોડલધામ નરેશનનુ મૌન

    ફરી ખોડલધામ નરેશનનુ મૌન

     

    એક ચર્ચા મુજબ અગાઉ અંદરો અંદરના વિવાદને લઇ ખોડલધામના નરેશ પટેલે રાજીનામુ ધરી દીધુ હતું અને જ્યારે જ્યારે ખોડલધામનો વિવાદ આવે ત્યારે નરેશ પટેલ મૌન સેવીલેતા હોય છે. આ ઓડિયો ક્લિપ પણ તેને કોઇ પ્રતિસાદ આપ્યો નથી. એકતા અને સંગઠન માટે જાણીતી ખોડલધામના સંસ્થામાં વારંવાર આવું થતા પાટીદારોની લાગણીને અસર પહોંચતી હોય તેવુ પણ ચર્ચાઇ રહ્યું છે.

     

    તસવીરો  જોવા માટે આગલ ક્લિક કરો...

  • 'ખોડલધામ વાળાને અહી બેસવા દીધા છે એને કાઢી મુકીએ' Audio વાયરલ / Khodaldham has been let down here, lets get rid of it, Audio Viral
    પાટીદારોની લાગણીને અસર પહોંચતી હોય તેવુ પણ ચર્ચાઇ રહ્યું છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending