Home » Saurashtra » Latest News » Rajkot City » khodaldham ex president says Naresh Patel resigned from the call

ખોડલધામ 'નરેશ'ના કહેવાથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની અફવા: ગજેરા

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 10:48 AM

ખોડલધામ સંસ્થામાં કામ કરતો રહીશ, હાલ કોઇ પણ પક્ષમાં નથી જોડાવાનો

  • khodaldham ex president says Naresh Patel resigned from the call
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પરેશ ગજેરાએ કહ્યું નરેશ પટેલના કહેવાથી રાજીનામું આપ્યું

    રાજકોટ: લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્રસમાં ખોડલધામ ટ્રસ્ટનો વિવાદ સપાટી પર આવી ગયો છે. આંતરિક ખટરાગને લઇ આ પહેલા પણ આ સંસ્થા વિવાદોમા આવી ગઇ છે. બે દિવસ પહેલા ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ અચાનક રાજીનામું ધરી દીધું હતું અને મૌન સેવી લીધું હતું. આજે DivyaBhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં નરેશ પટેલના કહેવાથી જ રાજીનામું આપી દીધું છે. આગામી 22 તારીખે મોદીની હાજરીમાં ભાજપમા જોડાવાનો છું તે વાત ખોટી છે. ભવિષ્યનું કંઇ કહી ન શકું, હાલ કોઇ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.

    મિટિંગમાં નરેશ પટેલે કહ્યું હું પ્રમુખ પદ સંભાળીશ

    પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલે મિટિંગમાં કહ્યું હતું કે, હું પ્રમુખ પદની જવાબદારી સંભાળીશ એટલે મેં કંઇ જ વિચાર્યા વગર રાજીનામું આપી દીધું. નરેશ પટેલ સાથે કોઇ મનભેદ મતભેદ નથી, તે કહે તે વાત શિરોમાન્ય જ હોય. હું પહેલા પણ ખોડલધામ સંસ્થામાં હતો અને ખોડલધામ માટે કોઇ પણ કામ હશે તો મારી તૈયારી હોય જ અને રહેશે.


    હું મુખ્યમંત્રી છું અને રહેવાનો છું, મને કોઇ હટાવી શકશે નહીં: રૂપાણી​


    આગળની સ્લાઇડ્સ સંસ્થા પર થયા હતા ભગવાકરણના આક્ષેપ.

  • khodaldham ex president says Naresh Patel resigned from the call
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મિટિંગમાં નરેશ પટેલે કહ્યું હું પ્રમુખ પદ સંભાળીશ

    ગત એપ્રિલ મહિનામાં આવી જ રીતે ખોડલધામ નરેશે પણ રાજીનામું આપી દીધું હતું. ત્યારે સંસ્થામાં ભગવાકરણના આક્ષેપો થયા હતા, નરેશભાઇ મૂળ કોંગ્રેસી અને પરેશ ગજેરા પણ મૂળ કોંગ્રેસી. પરેશભાઇ તો કોંગ્રેસમાંથી કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે પરંતુ થોડા સમયથી તે ભાજપ તરફ વળ્યા હોવાની ચર્ચા ઉઠી હતી. વિધાનસભા ચૂંટણી સમયે નરેશ પટેલના પુત્રએ ખુલ્લેઆમ કોંગ્રેસનો ટેકો આપ્યો હતો. પરેશ ગજેરા ભાજપ તરફ વળ્યા હોવાની ચર્ચા છે અને હાલ નહીં તો આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની ગઇ છે.
     
    આગળની સ્લાઇડ્સ શું કહ્યું હતું નરેશ પટેલે.

  • khodaldham ex president says Naresh Patel resigned from the call
    સંસ્થા પર થયા હતા ભગવાકરણના આક્ષેપ

    આ અંગે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે ટ્રસ્ટની મિટિંગ મળી હતી અને તેમાં પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. ખોડલધામના પ્રમુખ બન્યા બાદ પરેશ રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ક્રેડાઇનો પ્રમુખ બન્યો હતો. આથી તેને અવારનવાર કામકાજ માટે બહાર જવાનું થતું હતું. સમાજનું કામ ખૂબ મોટું છે. પરેશને મેં જ પ્રમુખ બનાવ્યો હતો. આગામી દિવસોમાં કોઇ યુવાનને તૈયાર કરી પ્રમુખ બનાવવામાં આવશે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ