તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોડલધામ 'નરેશ'ના કહેવાથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની અફવા: ગજેરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્રસમાં ખોડલધામ ટ્રસ્ટનો વિવાદ સપાટી પર આવી ગયો છે. આંતરિક ખટરાગને લઇ આ પહેલા પણ આ સંસ્થા વિવાદોમા આવી ગઇ છે. બે દિવસ પહેલા  ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાએ અચાનક રાજીનામું ધરી દીધું હતું અને મૌન સેવી લીધું હતું. આજે DivyaBhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં નરેશ પટેલના કહેવાથી જ રાજીનામું આપી દીધું છે. આગામી 22 તારીખે મોદીની હાજરીમાં ભાજપમા જોડાવાનો છું તે વાત ખોટી છે. ભવિષ્યનું કંઇ કહી ન શકું, હાલ કોઇ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી.

 

મિટિંગમાં નરેશ પટેલે કહ્યું હું પ્રમુખ પદ સંભાળીશ

 

પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલે મિટિંગમાં કહ્યું હતું કે, હું પ્રમુખ પદની જવાબદારી સંભાળીશ એટલે મેં કંઇ જ વિચાર્યા વગર રાજીનામું આપી દીધું. નરેશ પટેલ સાથે કોઇ મનભેદ મતભેદ નથી, તે કહે તે વાત શિરોમાન્ય જ હોય. હું પહેલા પણ ખોડલધામ સંસ્થામાં હતો અને ખોડલધામ માટે કોઇ પણ કામ હશે તો મારી તૈયારી હોય જ અને રહેશે.


હું મુખ્યમંત્રી છું અને રહેવાનો છું, મને કોઇ હટાવી શકશે નહીં: રૂપાણી​ 


આગળની સ્લાઇડ્સ સંસ્થા પર થયા હતા ભગવાકરણના આક્ષેપ.