કેશુભાઇ પટેલના પુત્ર જગદીશભાઇનું રાજકોટમાં બેસણું, શાંતિયજ્ઞમાં CMએ આપી આહુતિ

કેશુભાઇના ઘરે યોજાયેલા શાંતિયજ્ઞમાં સીએમએ આપી આહુતિ
કેશુભાઇના ઘરે યોજાયેલા શાંતિયજ્ઞમાં સીએમએ આપી આહુતિ
કેશુભાઇને સાંત્વના આપતા સીએમ
કેશુભાઇને સાંત્વના આપતા સીએમ
યજ્ઞમાં પરિવારજનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
યજ્ઞમાં પરિવારજનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

DivyaBhaskar.com

Aug 30, 2018, 04:09 PM IST

રાજકોટ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલનું રવિવારે અમદાવાદમાં દુ:ખદ અવસાન થયું હતું. સાંજે અમદાવાદમાં જ તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. આજે ગુરૂવારે રાજકોટમાં સવારે 10થી 12 વાગ્યા સુધી જનકલ્યાણ કોમ્યુનિટી હોલ ખાતે બેસણું રાખવામાં આવ્યું હતું. પરંતુ મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. બપોર પછી કેશુભાઇના રાજકોટ સ્થિત ઘરે શાંતિયજ્ઞ યોજાયો હતો. જેમાં સીએમ વિજય રૂપાણીએ આહુતિ આપી પરિવારને સાંત્વના આપી હતી.

જગદીશભાઇ પટેલ ઓશો સંન્યાસી હતા

ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવત્તિઓ કરતા હતા. રક્ષાબંધનના દિવસે અમદાવાદ ખાતે તેઓના બહેનને ત્યાં રાખડી બંધાવવા ગયા હતા. ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું નિધન થયું હતું. જગદીશભાઇનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. રાજકોટના મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં બંધ કરી ઓશો સેન્ટર શરૂ કર્યું હતું. જેનું ઉદ્ધાટન સુર્ફીમા માસ્ટરમાં પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઓશો સેન્ટરનું નામ ઓશો આનંદધામ ધ્યાનમંદિર રાખેલું હતું. તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ખાતે 2009માં ઓશો સંન્યાસ લીધો હતો.

માટીના 11 હજાર શિવલિંગથી બન્યું એક શિવલિંગ, પૂજા કરવાથી સંતાનપ્રાપ્તિનું મહત્વ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

X
કેશુભાઇના ઘરે યોજાયેલા શાંતિયજ્ઞમાં સીએમએ આપી આહુતિકેશુભાઇના ઘરે યોજાયેલા શાંતિયજ્ઞમાં સીએમએ આપી આહુતિ
કેશુભાઇને સાંત્વના આપતા સીએમકેશુભાઇને સાંત્વના આપતા સીએમ
યજ્ઞમાં પરિવારજનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાયજ્ઞમાં પરિવારજનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી