સોપારી / રાજકોટમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીનો ચહેરો કદરૂપો કરવા બિલ્ડર રામાણીએ સોપારી આપી

Divyabhaskar.com

Mar 17, 2019, 03:51 PM IST
કમલેશ રામાણીનો ફાઈલ ફોટો
કમલેશ રામાણીનો ફાઈલ ફોટો
X
કમલેશ રામાણીનો ફાઈલ ફોટોકમલેશ રામાણીનો ફાઈલ ફોટો

  • ચહેરા પર છરીના ઘા ઝીંકી રૂપ વીંખી નાખવાની બિલ્ડર રામાણીએ સોપારી આપી
  • પોલીસે આરોપીની પૂછપરછ કરતાં ભાંડો ફુટ્યો

રાજકોટ:દુષ્કર્મ અને જમીન કૌભાંડ સહિતના અનેક ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન બિલ્ડર કમલેશ રામાણીએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીનો ચહેરો બગાડવા માટે ‘સોપારી’ આપ્યાનો ધડાકો થયો હતો. અઠવાડિયા પૂર્વે થયેલી લૂંટનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સને દબોચી પૂછપરછ કરતાં સ્ફોટક કાવતરાનો પણ પર્દાફાશ થયો હતો. પોલીસે કમલેશ સહિત છ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રિમાન્ડ મંજુર: આ કેસમાં લૂંટ કરનાર આરોપી ચેતન રાઠોડ અને અનમોલ વાળઆના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. જ્યારે સોપારી આપી ઈજા કરવા માટેની કોશિશના ગુનાના આરોપી કમલેશ રામાણી, જમાલ મેતર અને કમલેશ દક્ષિણીના સોમવારે બપોરના ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર થયા છે. 

આરોપીએ 30 હજારના દાગીનાની ચોરી કરી

1.ઢેબર રોડ પર ગુરુકુળની સામે આવેલા ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા શારદાબેન મનસુખભાઇ આશરા (ઉ.વ.72)ગત તા.8ના રાત્રે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતા. ત્યારે બે શખ્સ ધસી આવ્યા હતા અને વૃધ્ધાને છરી બતાવી રૂ.30 હજારની કિંમતની સોનાની માળા લૂંટી લીધી હતી અને નાસી ગયા હતાં. જે મામલે પોલીસે ગુનો નોંધી ચેતન હસમુખ રાઠોડ અને અનમોલ રમેશ વાળાની ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી.
ચહેરો બગાડવા 1.35 લાખની સોપારી આપી હતી
2.પોલીસે લૂંટ અંગે બંનેની આગવી ઢબે પૂછપરછ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને ઘટનાના દિવસે લૂંટનો ઇરાદો નહીં, પરંતુ એક યુવતી પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યાનો ધડાકો કર્યો હતો. બંને આરોપીઓએ કબૂલાત આપી હતી કે, ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતીએ અગાઉ કુખ્યાત બિલ્ડર કમલેશ  વશરામ રામાણી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કમલેશ ઉશ્કેરાયો હતો અને યુવતીને તેના રૂપનું ઘમંડ છે તેનો ચહેરો બગાડી દેવા માટે રૂ.1.35 લાખની ‘સોપારી’ આપી હતી અને તે પેટે કટકે-કટકે રૂ.35 હજાર ચૂકવી દીધા હતા. 
કમલેશની ઓફિસે કાવતરૂ રચ્યું
3.આ કાવતરું પાંચેક મહિના પૂર્વે બિગબજાર સામે આવેલી કમલેશની ઓફિસ નીચે ઘડાયું હતું અને ત્યારે કમલેશ, અનમોલ, અફઝલ, જમાલ અને કલપેશ દક્ષિણી હાજર હતા. ઘટનાની રાત્રીના ચેતન, અનમોલ અને અફઝલ બાઇક પર એપાર્ટમેન્ટ સુધી પહોંચ્યા હતા, અફઝલ બાઇક પર બેઠો હતો જ્યારે અન્ય બંને આરોપીઓ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પહોંચ્યાં હતા, યુવતી નહીં મળતાં જતી વખતે વૃધ્ધા અને પ્રૌઢને લૂંટી લીધા હતા.
કમલેશ સહિત 6 શખ્સ સામે ગુનો દાખલ
4.નામચીન કમલેશ રામાણીએ દુષ્કર્મની ફરિયાદી યુવતી પર છરીથી હુમલો કરી તેનો ચહેરો બગાડી દેવા ‘સોપારી’ આપ્યાનો ધડાકો થતા ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.બી.જેબલિયાએ ફરિયાદી બની આરોપી તરીકે કમલેશ સહિત છ શખ્સના નામ આપ્યા હતા. લૂંટના ગુનામાં પોલીસે ચેતન અને અનમોલની ધરપકડ કરી બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી તેમજ ‘સોપારી’ કેસમાં પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
ચેતન સામે 10 ગુના નોંધાઈ ચૂક્યા છે
5.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેતન હસમુખ રાઠોડ સુરત રહે છે, ચેતન સામે અગાઉ હત્યાની કોશિશ, લૂંટ, મારામારી અને ધમકી દેવા સહિત 10 ગુના નોંધાઇ ચૂક્યા છે. ચેતને કેફિયત આપી હતી કે, અનમોલ તેનો મિત્ર હોય અને તેણે કમલેશ પાસેથી ‘સોપારી’ લેતા મિત્રતાને કારણે તે યુવતી પર હુમલો કરવા ગયો હતો અને હુમલો નહીં થતાં સોનાની માળા અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.
આરોપીઓ વિંગ ભૂલ્યા અને યુવતીનો બચાવ થયો
6.સોપારી લીધા બાદ ચેતન, અનમોલ અને અફઝલ કાવતરું પાર પાડવા તા.8ની રાત્રીના ધર્મદર્શન એપાર્ટમેન્ટે પહોંચ્યા હતા, જે યુવતી પર હુમલો કરવાની સોપારી લીધી હતી. તે યુવતી જે વિંગમાં રહેતી હતી તે વિંગને બદલે આરોપીઓ બીજા વિંગના પાર્કિંગમાં પહોંચ્યા હતા અને યુવતીનો પત્તો નહીં લાગતા ઉશ્કેરાઇને લૂંટ કરીને ભાગ્યા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી