Home » Saurashtra » Latest News » Rajkot City » Jetuparana pedhala village gujakotana warehouse dust escalated from peanuts

જેતુપરના પેઢલા ગામે ગુજકોટના ગોડાઉનની મગફળીના કોથળામાંથી નિકળ્યા ધૂળ-ઢેફા

Divyabhaskar.com | Updated - Aug 01, 2018, 08:37 AM

વેપારીનો આક્ષેપ બતાવી બીજી અને આપી બીજી, રાજકોટ કલેકેટર કહ્યું FIR કરાશે સરકારે આપ્યા છે કડક પગલાના આદેશ

  • Jetuparana pedhala village gujakotana warehouse dust escalated from peanuts
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જેતપુરના પેઢલા ગામે મગફળીના ગોડાઉનમાં કોથળામાંથી ધૂળ નીકળી

    રાજકોટ: રાજકોટના જેતપુરના પઢેલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનમાં રાખલી મગફળીમાંથી ધૂડ-માટીના ઢેફા અને કાકરા નીકળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લાઇ રાજકોટના કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. જો કે, વિરોધ થતા રો હાઉસના મેનેજરે ઢાંકપીછાડો કરવા ગોડાઉનને તાળા મારી ફરાર થઇ ગયો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો. રાજકોટના કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગોડાઉનમાં 30 હજારથી વધુ મગફળીની બોરી હોવાની વાત છે. રાજ્ય સરકારે સુચના આપી છે કે, આ કેસમાં કડકમાં કડક પગાલ લેવામાં આવશે. નાફેડના અધિકારીઓ સામે એફઆઇ આર દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

    જૂનાગઢ જિલ્લાની મગફળી હોવાનું પ્રાથમિક તપાસમા બહાર આવ્યું

    જે લોકોએ મગફળીની ખરીદી કરી હતી તેને ઉપાડવા માટેનો છેલ્લો દિવસ હતો. ત્યારે છગનભાઇ સહિતના વેપારીઓએ આક્ષેપ કર્યા હતા કે, અમે જ્યારે અમે મગફળીની ખરીદી કરવા આવ્યા હતા ત્યારે અમને જે મગફળી બતાવવામાં આવી હતો તેના કરતા આજે જ્યારે અમે લેવા આવ્યા છે ત્યારે માટી વાળી મગફળી બતાવી હતી. આજે ગોંડલ, જેતપુર, ધોરાજી, કેશોદ સહિતના આસપાસના ગામવાસીઓ મગફળીની ખરીદી કરવા આવ્યા હતા પરંતુ તેમાંથી માટી નીકળતા તેઓ રોષે ભરાયા હતા.

    રાજકોટ જિલ્લામાં ભાડે અને માલિકીના 269 ગોડાઉન

    રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભાડે, માલિકોના ખાનગી સહિત કુલ 269 ગોડાઉન છે. આ તમામ ગોડાઉનમાં તપાસ કરવાના આવશે. પરંતુ હાલ તો જેતપુરના પઢેલામાં આવેલા જય શ્રી ઇન્ટરનેશન નામા ગોડાઉનમાં નાફેડે તાડા મારી દીધા હતા અને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. 30 હજારથી વધુ બારીઓ છે દરેકમાં 30થી 35 કિલો મગફળી ભરી છે. કેટલા રૂપિયાનો માલ છે તેની ચકાસણી કર્યા બાદ જ ખબર પડશે.

    અગાઉ નાફેડના જ ગોડાઉનમાં થયું હતું કૌભાંડ

    રાજકોટ જિલ્લામાં જ મગફળીનું જાણે મસમોટુ કૌભાંડ ચાલતુ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ અગાઉ પણ ગોંડલ અને શાપરના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે પણ સરકારે કડક પગલા લેવાના આદેશ કર્યા હતા પરંતુ કોઇ ઉકેલ આવ્યો ન હતો. નાફેડના ગોડાઉનમાં રહેલી મગફળી કેમ સળગી હતી તે મોટો સવાલ છે. જ્યારે જામનગરમાં પણ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. તો રાજકોટ માર્કેટીંગ પાર્ડમાં રહેલી કરોડો રૂપિયાની મગફળીના બારદાન સળગી ગયા હતા. સાથે નાફેડના સાહિત્ય બાળી નાખવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વખત નાફેડના ગોડાઉનમાં મગફળીમાંથી માટી નીકળતા ખેડૂતો અને વેપારીઓ રોષે ભરાયા હતા.

    ટ્રાફિક વોર્ડને વાહન રોકતા મહિલાચાલકે એક્ટિવા ભગાવ્યું, વોર્ડન સ્કૂટર પકડી પાછળ દોડી, વીડિયો વાયરલ

    તસવીરો: એજાજ બોઘાણી, જેતપુર

    તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

  • Jetuparana pedhala village gujakotana warehouse dust escalated from peanuts
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વેપારીનો આક્ષેપ બતાવી બીજી અને આપી બીજી
  • Jetuparana pedhala village gujakotana warehouse dust escalated from peanuts
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજકોટ કલેકેટર કહ્યું FIR કરાશે સરકારે આપ્યા છે કડક પગલાના આદેશ
  • Jetuparana pedhala village gujakotana warehouse dust escalated from peanuts
    ગોડાઉનને તાળૂ મારી નાસી ગયા હોવાનો આક્ષેપ વેપારીઓ કર્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ