પેટાચૂંટણીનો જંગ: બાવળિયાને હરાવવા લોકડાયરાનો સહારો, ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગામડે ગામડે કરશે પ્રચાર

Divyabhaskar.com

Dec 06, 2018, 06:36 PM IST
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ બાવળિયાને હરાવવા મેદાને ઉતર્યા
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ બાવળિયાને હરાવવા મેદાને ઉતર્યા

* 10થી 12 અલગ અલગ ગામમાં ડાયરા કરશે
* બાવળિયા ભ્રષ્ટ હોવાના આક્ષેપ કર્યા હતા

રાજકોટ: જસદણ પેટા ચૂંટણીમાં ભાજપના બાવળિયાને હરાવવાનું બીડુ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઉપાડી લીધું છે. રાજકોટ બેઠક પર રૂપાણી સામે ચૂંટણી હાર્યા પછી ઇન્દ્રનીલે કોંગ્રેસ પક્ષને રામ રામ કરી દીધા છે, હાલ કોઇ જ પક્ષમાં ન હોવા છતાં પણ એક મહિનાથી જસદણમાં આટા ફેરા કરી રહ્યાં છે અને બાવળિયાના હરાવવા પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. અલગ અલગ ગામમાં રોજ એક ડાયરો કરી લોકોને બોલાવી બાવળિયા વિરૂદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. આજે 7 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 8 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.

ઇન્દ્રનીલ અને બાવળિયા કોંગ્રેસ પક્ષમાં સાથે હતા ત્યારથી બન્ને વચ્ચે ખટરાગ

ગઇકાલે રાત્રે ભાડલા ગામે લોકડાયરાનું આયોજન કર્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે કુલ 10થી 12 અલગ અલગ ગામમાં ડાયરા કરવા છે. જ્યાં સુધી પ્રચાર પ્રસાર શાંત નહીં થાય ત્યાં સુધી આયોજન કરીશું. યોગ્ય ઉમેદવારને જ મત આપવો જોઇએ તેવું લોકોને કહી રહ્યો છુ. કોંગ્રેસના નાકીયા યોગ્ય ઉમેદવાર છે, બાવળિયા ભ્રષ્ટ હોવાના આક્ષેપ કર્યા હતા. બાવળિયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, ભાજપને મત દેવો તેના કરતા આંગળી કાપી નાખવી સારી. પોતે પણ કહ્યું હતું કે હું મારી આંગળી કાપી નાખીશ. આજે એ જ વ્યક્તિ આખો ભાજપમાં જઇ બેઠો છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ અને બાવળિયા કોંગ્રેસ પક્ષમાં સાથે હતા ત્યારથી બન્ને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો.

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી 8 ઉમેદવારો વચ્ચે લડાશે

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. જેમાં 7 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ભાજપ, કોંગ્રસ સહિત 8 ઉમેદવારો વચ્ચે જ ચૂંટણી યોજાશે. 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

નામ ક્યો પક્ષ જ્ઞાતિ


1.ભરત જેસા માનકોલીયા અપક્ષ કોળી

2.કુવરજી મોહન બાવળિયા ભાજપ કોળી

3.નાથાલાલા પુંજાભાઇ ચિત્રોડા અપક્ષ દલિત
4.ધરમશી રામજી ઢાયા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

5.દીનેશ સના પટેલ નવ ભારત નિર્માણ મંચ પટેલ
6.અવસર કાનજી નાકીયા કોંગ્રેસ કોળી

7 મુકેશ મોહન ભેંસજાળીયા અપક્ષ કોળી
8 નીરુપાબેન નટવરલાલ માઘુ અપક્ષ બ્રહ્મક્ષત્રિય

આકાશમાંથી દૃશ્યમાન થતું ધરતીનું સ્વર્ગ, આવો છે સ્વામિનારાયણ નગરનો ઝગમગાટ

X
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ બાવળિયાને હરાવવા મેદાને ઉતર્યાઇન્દ્રનીલ રાજ્યગુરૂ બાવળિયાને હરાવવા મેદાને ઉતર્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી