જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસમાં આંતરિક જુથવાદ સપાટી પર, ભોળાભાઇ ગોહિલ ભાજપના સંપર્કમાં?

ભોળાભાઇએ કહ્યું વાતને સમર્થન નથી, સૂત્રો કહે છે કોંગ્રેસમાં નારાજગી છે, ટૂંક સમયમાં નવાજૂની

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 05:22 PM
અહીં મત માગવા આવવું નહીંના બેન
અહીં મત માગવા આવવું નહીંના બેન

જસદણ: જસદણ પેટા ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ રાજનીતિમાં નવા દાવ પેચ જોવા મળી રહ્યાં છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ પક્ષમાં અવગણનાને લઇને નારાજ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે અને ભાજપના સંપર્કમાં છે. આગમી દિવસમાં ચૂંટણી પહેલા જ નવા જૂની થવાની શક્યતા છે. જો કે ભોળાભાઇએ જણાવ્યું હતું કે, હાલ કોંગ્રેસના જ પ્રચારમાં છું, આવી કોઇ વાતને હું સમર્થન આપતો નથી.

કોંગ્રેસના બે આગેવાન ભાજપમાં જોડાઇ તેવો ઘડાતો તખ્તો

કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલ અને કોંગ્રેસના આગેવાન વીનુભાઇ ધડુક હાલ ભાજપના સંપર્કમા હોવાની વાત આવી રહી છે. સત્તાવાર બન્ને ના પાડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ કુવરજી બાવળિયા કંઇ નવા જૂની કરે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. કોંગ્રેસના અવસર નાકીયાને ટિકિટ આપી એ પહેલા ભોળાભાઇ ગોહિલનું નામ ટોપ પર હતું. અંતિમ સમય સુધી ભોળાભાઇનું નામ લીસ્ટમાં હતું. છેલ્લી ઘડીએ કોંગ્રેસે નાકીયાનું નામ જાહેર કર્યું હતું.

બન્ને કોંગ્રેસના આગેવાન ભાજપમાં જોડાઇ તો કોળી-પટેલ મતદારોમાં ફાયદો

ભાજપ ચૂંટણીના દાવપેચ રમવામા માહિર છે. ગઇકાલે અમિત શાહ સોમનાથની મુલાકાત લઇને ગયા છે ત્યારે જસદણ બેઠકનો પણ તાગ મેળવ્યો હતો અને ત્યારપછી આજે સમાચાર મળી રહ્યાં છે. પટેલ મતદારો ભાજપથી નારાજ છે, વિનુભાઇ ધડુક ભાજપમાં જોડાઇ તો પટેલ મતાદારોને ભાજપ તરફી લાવી શકે અને ભોળાભાઇ તો અગાઉ કોંગ્રેસમાં જીતેલા છે જ છે અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. કુવરજીભાઇને કોળી મતદારોને રિઝવવામાં બમણો ફાયદો થાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

રાજકોટ-આટકોટ રોડ વચ્ચે લાગ્યા બેનરો

રાજકોટ-આટકોટ હાઇસ્કૂલ રોડ પર બેનરો લાગ્યા છે જેમાં જણાવ્યું છે કે, રાજકીય પક્ષોએ આવવું નહીં અને અહીં ચૂંટણીનો પ્રચાર કરવાનો નહીં અને મત માંગવા આવવું નહીં.

10 મહિલાઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઇ

જસદણમાં રાજકોટ તાલુકા ઉપપ્રમુખ મીનાબેન પટેલ, રીટાબેન ભૂવા સહિત 10 મહિલાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઇ છે.

એક અઠવાડિયામાં બન્ને ઉમેદવારોનો ખર્ચ

એક અઠવાડિયામાં ભાજપના ઉમેદવાર કુવરજીભાઇ બાવળિયાએ 1, 15,200નો ખર્ચ કર્યો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ 1,08,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

X
અહીં મત માગવા આવવું નહીંના બેનઅહીં મત માગવા આવવું નહીંના બેન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App