બાવળિયાની ઓડિયો ક્લિપ વાયરલ / જસદણ પેટા ચૂંટણી: અપક્ષને બાવળિયાએ કહ્યું તમારા ગામ પૂરતા પટેલીયાવના મત લઇ જાવ બીજુ શું

DivyaBhaskar.com

Dec 06, 2018, 11:38 AM IST
કુવરજી બાવળિયાની ઓડિયો ક્લીપ વાયરલ
કુવરજી બાવળિયાની ઓડિયો ક્લીપ વાયરલ

* અપક્ષ ઉમેદવાર અને ભાજપના બાળળિયાની વાતચીત, થોડા મત અમારા માટે રાખજો

જસદણ: જસદણ પેટા ચૂંટણીમાં બન્ને પક્ષે પ્રચાર પ્રસાર જોર શોરથી ચાલી રહ્યો છે ત્યારે ભાજપના બાવળિયાએ મારા કહેવાથી કોંગ્રેસના નાકિયાને ટિકીટ મળી છે તેવા વિવાદાસ્પદ નિવેદન બાદ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આજે કુરવજી બાવળિયા અને અપક્ષ ઉમેદવાર કિશોરભાઇનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં કુવરજીભાઇ બોલે છે કે, તમારા ગામ પૂરતા પટેલિયાઓના મત લઇ જાવ, વાંધો નહીં બાકીના મત અમારા માટે રહેવા દેજો.

કુવજીભાઇની ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો

કુવજીભાઇની ઓડિયો ક્લિપ વાયરલ થતા ફરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ જસદણમાં પેટલ ઉમેદવાર ભાજપથી નારાજ છે અને બીજી તરફ પટેલ અપક્ષ ઉમેદવારો ફોર્મ ભરી મત તોડવાની ભૂમિકા ભજવી રહ્યા છે.

બન્ને વચ્ચેની વાતચીતના અંશો

બાવળીયા: હલ્લો કિશોરભાઇ બોલે છે
કિશોરભાઇ: હા
બાવળીયા: કોર્પોરેશન લડતા લડતા આ વિધાનસભાનુ ફોર્મ ઉપાડ્યું એ તમે જ ને. જાણકારી માટે ફોન કર્યો
કિશોરભાઇ: હા મેં ફોર્મ ઉપાડ્યું
બાવળીયા: વોર્ડમાં હારી ગયા એટલે વિધાસભા લડવા આવ્યા કે શું વળી, તમારા ગામ પૂરતા પટેલીયાઓના મત લઇ જાવ વાંધો નહીં બાકીના અમારા માટે રાખજો.
કિશોરભાઇ: ના સાહેબ એવું ન હોય આ તો બધાય માટે હોય ને.

X
કુવરજી બાવળિયાની ઓડિયો ક્લીપ વાયરલકુવરજી બાવળિયાની ઓડિયો ક્લીપ વાયરલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી