બાવળિયા જિ.પં.ના સભ્યો તોડે છે, અમારાવાળાને પૂરી કિંમત લેતા પણ નથી આવડતું: નાકીયાનો વીડિયો Viral

કોળી સમાજના એક પણ દીકરાને બાવળિયાએ મદદ કરી નથી

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 08:42 PM
અવસર નાકીયાનો વીડિયો વાયરલ
અવસર નાકીયાનો વીડિયો વાયરલ

*બાવળિયાએ પક્ષ પલ્ટો કર્યો ત્યારનો વીડિયો હોવાની ચર્ચા

રાજકોટ: જસદણ પેટા ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે કહે છે કે, કુવરજી બાવળિયા જિલ્લા પંચાયતના સભ્યો તોડે છે, અમારાવાળા મુર્ખ છે, પૂરી કિંમત લેતા પણ નથી આવડતું. 5 અને 10 લાખ લઇને પૂરૂ કર્યું. જેતપુર-ઉપલેટામાં પૂરતી કિંમત લીધી છે. 25 લાખ આપી જિલ્લા પંચાયતના સભ્યોને ખરીદ્યા છે.

કોળી સમાજના એક પણ દીકરાને બાવળિયાએ મદદ કરી નથી

વીડિયોમાં નાકીયા વધું કહે છે કે, આ કુંવરજીભાઇ છે હાલો સાહેબ છે. અમે તેના પાયામાં 360 દિવસ કામ કરવાવાળા, અમે અમારા સ્વાર્થનું કામ કર્યું નથી. કોળી સમાજ કે અન્ય સમાજના દીકરાને મદદ કરી હોય તેવો એક પણ દાખલો નથી. આજે આવડો મોટો વિશ્વાસઘાત કર્યો છે. તેને જાવું તે વાંધો નથી પણ પૂરી ટીમને લઇ જાવી હતી. હું આજે કોંગ્રેસ મુકીને ભાજપમાં જાવને તો મારી સાથે 20થી 25 જણા પણ ન આવે. મારે તો આ બીજી ટર્મ છે, સાહેબ ગયા પછી હું આ બોલવા મંડ્યો. મેં કોઇ દિવસ ભાષણ નથી કર્યું. કોઇ દિવસ ઉભો નથી રહ્યો. આ તો માથે પડીએ એટલે બાકી અમને કોઇ દિવસ ઉભા થાવા જ નથી દીધા.

બાવળિયાએ પક્ષ પલ્ટો કર્યો ત્યારનો વીડિયો હોવાની ચર્ચા

એક ચર્ચા પ્રમાણે આ વીડિયો કુવરજી બાવળિયાએ પક્ષ પલ્ટો કર્યો ત્યારનો હોય શકે. હાલ ચૂંટણી આવતા વાયરલ કરવામાં આવ્યો છે. આ મુદ્દે નાકીયાએ જણાવ્યું હતું કે, આ મેં જોયો નથી. જૂનો હોય, હાલ ચૂંટણી છે, આવું આવ્યા કરશે અને સભ્યો ગયા હોય તો એમ જ તો નહીં ગયા હોય ને. કંઇક લીધું હશે ને.

બાવળિયાએ શું કહ્યું આ અંગે બાવળિયા જણાવ્યું હતું કે, ખોટા પાયાવિહોણા આક્ષેપ છે. આવું સાબિત કરી દે એટેલે જાહેર જીવન છોડી દઇશ. નાકીયાને ગામમાં કોઇ ઓળખતું નથી એટલે આવું કર્યા કરશે.

ભાજપના સમર્થનમાં જસદણ સ્ટેટના રાણીસાહેબે બેઠક યોજી

જસદણ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાના સમર્થનમાં જસદણ સ્ટેટના રાણીસાહેબ દ્વારા સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. જેમાં સમાજની બહેનો સમક્ષ જસદણ સ્ટેટ રાણી સાહેબ દ્વારા બહેનોને વધુ સક્ષમ બનવા હાંકલ કરી હતી. આ સ્નેહમિલનમાં રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી રમાબેન મકવાણા અને કુંવરજીભાઈ બાવળીયાના દીકરી ભાવનાબેન બાવળીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો અને વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરી સ્ત્રી સશક્તિકરણની તાકાત દર્શાવવાનું નક્કી કર્યું હતું.

વધુ તસવીર જોવા આગળ ક્લિ કરો...

X
અવસર નાકીયાનો વીડિયો વાયરલઅવસર નાકીયાનો વીડિયો વાયરલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App