રાજકોટમાં ડિમોલિશન વખતે કોબ્રા ઘાયલ, 1 કલાક ચાલી સર્જરી, Live દ્રશ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરની આજી ડેમ ચોકડીના સર્કલ નજીક મંગળવારે એક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એક જૂનું જર્જરિત મકાન જેસીબી દ્વારા પાડતી વખતે મકાનમાંથી નીકળેલો કોબ્રા સાપ ઇજાગ્રસ્ત થયો હતો. આ બાબતની જાણ જીવદયાપ્રેમીને થતાં બે જીવદયાપ્રેમી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. જૂના મકાનમાં કાટમાળમાં દબાયેલા અને જેસીબી મશીનથી ઇજાગ્રસ્ત પામેલા કોબ્રા સાપને જીવદયાપ્રેમીએ પકડી પાડી ડબ્બામાં પૂરી ટ્રસ્ટ સંચાલિત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સાપની 1 કલાક સુધી સર્જરી કરવામાં આવતી હતી. કોબ્રા સાપને શરીરમાં વિવિધ જગ્યાઓ પર ઇજા થવા પામી હતી. 

 

 ગોંડલ: PM વગર દફનાવાયેલા બે બાળકોના મૃતદેહને બહાર કઢાયા

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો............