તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ પાસે મેચના સ્કોરરની ગાડીનો અકસ્માત, ખાનગી હોસ્પિટલ ખસેડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કોરરને લઈ જતી ગાડીનો અકસ્માત થયો હતો - Divya Bhaskar
સ્કોરરને લઈ જતી ગાડીનો અકસ્માત થયો હતો

રાજકોટ: શહેર પાસે જામનગર હાઈવે પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટઈન્ડિઝની ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. તેમાં સ્કોરરની કામગીરી કરતાં બે સ્કોરર દેવેન્દ્ર ચૌહાણ અને દેશરાજ ની ગાડીનો 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માત થયો હતો. ચૌહાણ સહિત 3 વ્યક્તિને ઈજા થતાં  ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણ સ્કોરર પૈકી એકની હાલત વધુ ગંભીર હોવાનું બહાર આવ્યું છે.


મેચ શરૂ થાય તે પહેલા અકસ્માત

 

ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજા દિવસની રમતના સ્કોરિંગ માટે તેઓ શહેરના 150 ફૂટ રિંગ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે દેશરાજની ગાડીનો બોલેરો પીકઅપ વાન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બોલેરો રોડ પરથી ઉતરી ગઈ હતી.

 

કેવી રીતે બન્યો બનાવ


સ્કોરર સ્કોર્પિયો લઈને નવા દોઢ સો ફૂટ રિંગ રોડ ઉપરથી ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ જવા રવાના થયા બાદ થોડે દૂર કોઈ કારણોસર ગાડી લોક થઇ ગઈ હતી.  ચાલક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને લોક થઇ ગયા બાદ ચાલક કંઈ વિચારે તે પહેલા જ કાર પલ્ટી મારી સામેથી ફ્રૂટ લઈને આવતી બોલેરો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બંને વાહનો રોડ ઉપરથી નીચે ઉતરી ગયા હતા. અકસ્માત ત્રણને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.