40 હજાર લોકોને એકસાથે મતદાનના શપથ લેવડાવવાનો રેકોર્ડ રાજકોટના નામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો.વિક્રાંત પાંડે દ્વારા એક પછી એક વર્લ્ડ રેકોર્ડ રચવાની પરંપરા ચાલી રહી છે તેમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં એકસાથે 40 હજાર શ્રોતાઓના મતદાન કરવાના શપથ લેવડાવાનો રેકોર્ડ યુ.કે.ની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે.

 


રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલા ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેના મેચમાં વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેચના દિવસે ગુજરાતના આઇકોન ચેતેશ્વર પૂજારાએ મેચ શરૂ થવા પહેલા 40 હજાર લોકોને એકસાથે ભય અને લાલચ વગર મતદાન કરશે તે પ્રકારના શપથ લેવડાવ્યા હતા.

 

 

આ શપથના વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા માટે યુ.કે.ની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડને જાણ કરવામાં આવી હતી અને તેના પ્રતિનિધિઓ પણ મેચમાં હાજર રહ્યા હતા અને મેચ દરમિયાન યોજાયેલી મતદારોની શપથવિધિની નોંધ રેકોર્ડ પર લીધી હતી. જેના પગલે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રેસિડેન્ટ સંતોષ શુક્લાએ આ અંગેની વિધિવત જાહેરાત કરતો એક પત્ર રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને મોકલ્યો છે અને તેમાં સમગ્ર વિશ્વમાં ચૂંટણી દરમિયાન સૌથી વધુ લોકોને એકસાથે મતદાનના શપથ લેવડાવવાનો વિક્રમ રાજકોટના નામે નોંધ્યાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...