Home » Saurashtra » Latest News » Rajkot City » In karnpur 3 robbers robbed of gold and silver jewelery worth Rs 10 lakh in 6 seconds

રાજકોટમાં 6 સેકન્ડમાં 10 લાખના સોના-ચાંદીના ઘરેણાં ભરેલા થેલાની લૂંટ, ઘટના CCTVમાં કેદ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:55 AM

જામનગરના બે વેપારી બપોરે રાજકોટ આવી અલગ અલગ ધંધાર્થીઓ પાસેથી ઘરેણાં અને સોના-ચાંદીનો કાચો માલ લઇ પરત જવાની તૈયારીમાં હતા

 • રાત્રે 9.30 કલાકે ટ્રિપલ સવારીમાં લૂંટારુઓ ત્રાટક્યાં

  રાજકોટ: જામનગરના એક દિવ્યાંગ સહિતના બે વેપારી મંગળવારે રાત્રીના 9.30 આસપાસ કરણપરામાં ચબૂતરા ચોક પાસે ઊભા હતા ત્યારે ટ્રિપલસવારી બાઇકમાં આવેલા લૂંટારુઓમાંથી એક શખ્સ દિવ્યાંગ વેપારી પાસેથી રૂ.10 લાખના સોના-ચાંદીના ઘરેણાં અને કાચોમાલ ભરેલા થેલાની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. લૂંટારુઓએ લૂંટની ઘટનાને માત્ર છ સેકન્ડમાં જ અંજામ આપી દીધો હતો. દિવ્યાંગ વેપારીએ લૂંટારુઓનો પીછો કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા. આ સમયે કરણપરામાંથી પસાર થયેલા એક બાઇકચાલકે પણ લૂંટારુ ત્રિપુટીનો પીછો કર્યો હતો પરંતુ તેને પણ સફળતા મળી નહોતી. લૂંટની ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતાં લૂંટારુઓ પ્રહલાદ પ્લોટ તરફ ભાગ્યા હોવાનું સ્પષ્ટ થતાં બે ટુકડીઓને પ્રહલાદ પ્લોટ અને આ રોડને જોડતા માર્ગો પર દોડાવાઈ હતી.

  બીજા વેપારી પાસે 10 લાખની મતા ભરેલો થેલો બચી ગયો


  જામનગરમાં ખંભાળિયાનાકા પાસે રહેતા અને રિદ્ધિસિદ્ધિ જ્વેલર્સના નામે સોના-ચાંદીના ઘરેણાં અને કાચામાલનો વેપાર કરતા મહેશભાઇ ગોવિંદભાઇ વજાણિયા (ઉ.વ.50) મંગળવારે બપોરે દ્વારકા-ભાવનગર રૂટની એસટી બસમાં રાજકોટ આવ્યા હતા તેમના સાથીમિત્ર અને વેપારી ખંભાળિયાના રમેશભાઇ પણ ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે રાજકોટ આવી ગયા હતા, બંને વેપારીઓ રાજકોટમાં ભેગા થયા હતા અને સોનીબજામાં સોના-ચાંદીના ઘરેણાં સહિતનો માલસામાન અલગ-અલગ વેપારીઓ પાસેથી ભેગો કર્યો હતો આ બંને વેપારીઓ રાજકોટ અને જામનગરના સોની વેપારીઓને માલ દેવા-પહોંચાડવાનું કામ કરે છે અને તેના ભાગરૂપે જ મંગળવારે અંદાજે દશેક લાખ રૂપિયાનો મુદ્દામાલ મહેશભાઇએ વેપારીઓ પાસેથી જામનગરના ધંધાર્થીઓને આપવા માટે લીધો હતો.


  રમેશભાઇએ પણ સોના-ચાંદીના માલની ડિલિવરી લીધી હતી અને થેલામાં ભરીને બંને રાત્રીના 8.30 થી 8.45ની વચ્ચે કોઠારિયા નાકા આવ્યા હતા અને ત્યાં એક ઓટા પર બેસીને થોડો વિશ્રામ કર્યો હતો. ત્યાંથી રિક્ષા કરીને કરણપરામાં ચબૂતરા ચોક પાસે પહોંચ્યા હતા. જ્યાં બાજુમાં જ રેંકડીમાં બંનેએ પોતપોતાના થેલા રાખ્યા હતા. મહેશભાઇએ પોતાનો એકહાથ ઘરેણાં ભરેલા થેલા પર રાખ્યો હતો અને બંને વેપારીઓ સામસામે ઊભા રહીને વાતોએ વળગ્યા હતા.


  લગભગ 9.30 વાગ્યા આસપાસ ટ્રિપલસવારી બાઇક બંને વેપારીની પાછળના ભાગમાં આવીને ઊભું હતું તેમાંથી એક શખ્સ ઉતર્યો હતો અને મહેશભાઇનો હાથ હટાવી ઘરેણાં ભરેલો થેલો લઇને ભાગ્યો હતો અને બાઇક પર બેસી જતાં ત્રણેય લૂંટારુઓ પ્રહલાદ પ્લોટ તરફ ભાગી ચૂક્યા હતા. વિકલાંગભાઇ વિકલાંગ હોવા છતાં લૂંટારુઓને પકડવા માટે દોટ મૂકી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા. બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા તેમજ એ.ડિવિઝન સ્ટાફ કરણપરા ચબૂતરા પાસે દોડી ગયો હતો.


  મહેશભાઇએ પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે, તેમના જામનગરમાં જ રહેતા સંબંધી અજયભાઇ કરણપરામાં આવવાના હતા અને આથી જ તેઓ ચબૂતરા પાસે અજયભાઇની રાહ જોઇ રહ્યા હતા. જોકે તે પહેલા લૂંટારુઓ ત્રાટક્યા હતા અને 20 કિલો ચાંદી તેમજ 70-80 ગ્રામ સોનું ભરેલો 10 લાખની મતાનો થેલો આંચકીને ભાગી ગયા હતા.

  છ વર્ષમાં ત્રીજા પ્રયાસે લૂંટારુઓ મહેશભાઇ પાસેની મતા લૂંટવામાં સફળ


  દિવ્યાંગ મહેશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી રાજકોટ અને જામનગર વચ્ચે અપડાઉન કરે છે તેઓની પાસે મોટાભાગે દશ કિલો જેટલી જ ચાંદી હોય છે જોગાનુજોગ મંગળવારે 20 કિલો ચાંદી અને થોડુ સોનું પણ હતું. છ વર્ષ પહેલા પણ કેટલાક શખ્સોએ લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો અને નવ દિવસ પૂર્વે પણ રામનાથપરામાં હતા ત્યારે કેટલાક લૂંટારુઓએ કિંમતી મતા ભરેલો થેલો લૂંટી લેવાની કોશિશ કરી હતી. જોકે ઉપરોક્ત બંને વખતે લૂંટારુઅો સફળ થયા નહોતા અને મંગળવારે ફરી ફાવી ગયા હતા. અગાઉ બે વખત લૂંટના પ્રયાસ થયા ત્યારે પોલીસ ફરિયાદ ન કરી હોવાનું પણ મહેશભાઇએ કહ્યું હતું.

  રિક્ષાચાલક પણ શંકાના દાયરામાં


  પોલીસને એવી પણ શંકા છે કે રિક્ષાચાલકની પણ આ ઘટનામાં સંડોવણી હોવી જોઇએ, કારણકે કોઠારિયા નાકા પાસેથી બંને વેપારી કરણપરા ચબૂતરા ચોકમાં પહોંચ્યા તેની ત્રીજી જ મિનિટમાં ટ્રિપલસવારી બાઇકચાલકો ત્રાટક્યા હતા અને માત્ર છ સેકન્ડમાં જ લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. પોલીસે બંને વેપારીઓ જ્યાંથી આવ્યા તે વિસ્તારના પણ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે.

 • In karnpur 3 robbers robbed of gold and silver jewelery worth Rs 10 lakh in 6 seconds
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  6 સેકન્ડમાં 10 લાખના સોના-ચાંદીના ઘરેણાં ભરેલો થેલો દિવ્યાંગ વેપારી પાસેથી લૂંટી ફરાર
 • In karnpur 3 robbers robbed of gold and silver jewelery worth Rs 10 lakh in 6 seconds
  મહેશભાઈ દિવ્યાંગ વેપારી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ