તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી હનિટ્રેપ: ઉદ્યોગપતિ સાથે બીભત્સ વીડિયો બનાવ્યો, માંગ્યા 1 કરોડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી: મોરબીના સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એક આધેડ સાથે મિત્રતા કરી એક યુવતીએ બીમારીના બહાને આધેડને ઘરે બોલાવ્યા હતા. બાદમાં ઘરે બોલાવી શારીરિક સબંધ બાંધ્યા હતા. આ દરમિયાન અન્ય એક શખ્સે વીડિયો ઉતારી લીધો હતો અને ફોન પર બ્લેક મેઈલીંગ કરી રૂ. 1 કરોડની માગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા આધેડે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે યુવતી અને તેને મદદ કરનાર બન્નેની ધરપકડ કરી હતી. 

 

બીમારીના બહાને ઘરે બોલાવી શારીરિક સબંધ બાંધી વીડિયો ઉતારી લીધો

 

મોરબીમાં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને સીરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મનસુખભાઈ પ્રભુભાઈ આદ્રોજા નામના આધેડ સાથે રવાપર રોડ પર આવેલ ગૌતમ સોસાયટીમાં રહેતા રમેશ તળશી દઢાણીયાએ મૂળ ધ્રોલ હાલ ઇન્દિરાનગરમાં રહેતી 24 વર્ષીય કાજલ હેમરાજ પરમાર નામની યુવતી સાથે પરિચય કરાવી મિત્રતા કરાવી હતી. એક સપ્તાહ પહેલા કાજલે મનસુખભાઈને ફોન કરી પોતે બીમાર છે તેમ કહી ઘરે બોલાવ્યા હતા. બાદમાં તેની સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. જેનો અન્ય શખ્સ સાથે મળી ચોરી છૂપીથી વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં રમેશએ ફોન કરી આ વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. જો તેમ ન કરવા ઇચ્છતા હોય તો રૂ.1 કરોડ આપવા મનસુખભાઈને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. બનાવ અંગે મનસુખભાઈએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાજલ પરમાર અને રમેશ દઢાણીયા સામે  ફરિયાદ નોધાવી હતી. 

 

ગણતરીની મિનિટમાં આરોપીઓ ઝડપાયા
નીટ્રેપની ઘટનામાં પોલિસે બ્લેક મેઈલ કરનાર યુવતી કાજલ પરમાર અને રમેશ દઢાણીયાને ઝડપી લીધાં હતાં અને બન્નેની આગવી ઢબે પુછપરછ હાથ ધરી હતી.

 

મગફળી કાંડમાં CMનો ભાગ છે કે કેમ, તેના ઘરમાં જવાબ લેવા આવ્યો: ધાનાણી

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

 

માહિતી અને તસવીરો: કિશન પરમાર, મોરબી.