રાજકોટ / મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે: કનૈયાકુમાર

DivyaBhaskar.com | Updated - Feb 13, 2019, 05:02 PM
  X

  • ભાજપના વિરોધી છીએ ભારતના નહીં: હાર્દિક પટેલ
  • હું લોકસભા નહીં લડુ, મારા ખોટા મેસેજ ફરે છે: જીજ્ઞેશ
    

  રાજકોટ: પાસ નેતા હાર્દિક પટેલ, જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર અને જીજ્ઞેશ મેવાણી આજે રાજકોટમાં છે. સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી પૂર્વે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે, મોદી ખાઇ પણ રહ્યા છે અને અનિલ અંબાણીને ખવડાવી પણ રહ્યા છે. મને દેશદ્રોહી કહે છે પણ મારો ભાઇ સીઆરપીએફમાં જવાન હતો અને શહીદ થયો હતો. મોદીને ચેલેન્જ છે કે મારા પરનો આરોપ સાબિત કરી બતાવે. મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, આપ જાનેવાલે હૈ અચ્છે દિન આનેવાલે હૈ. મોદીના રાજમાં સીબીઆઇ, ઇડી અને ચૂંટણીપંચ સહિતની બંધારણીય સંસ્થાઓનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું લોકસભાની ચૂંટણી નહીં લડુ મારા ખોટા મેસેજ ફરે છે. 

  મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો જેલમાં હોત

  1.

  કનૈયાકુમારે વધુમાં જણાવ્યું હતું કે, મેં દેશ વિરોધી નારા લગાવ્યા હોત તો જેલમાં હોત. જય જવાન, જય કિસાન, જય સંવિધાનના નારા સાથે રેલીનું આયોજન કરીએ છીએ. મારી માતા આંગણવાડીમાં કામ કરે છે. મારા પર આરોપ છે, દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી જેમાં દિલ્હી સરકારની મંજૂરી લીધી ન હતી. પ્રધાનમંત્રીને સવાલ કરીએ તો તેની આસપાસના લોકો કહે છે કે સવાલ કેમ કરો છો ગાયબ કરી દેશું. વિરોધ કરવો હોય તે વિરોધ કરે અમે ડરવાના નથી.  

  હું ભારતમાતાની જય અને જય હિન્દ પણ બોલુ છું
  2.મોદી પર પ્રહાર કરતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, અનિલ અંબાણીનું પીઠબળ છે છતાં તેઓ અમારાથી ડરે છે. અમારી પાસે કોઇ પીઠબળ નથી છતાં અમે લડીએ છીએ. અમે તમારી 56 ઇંચની છાતી માપી નથી. જો 56 ઇંચની છાતી હોય તો મને જેલમાં કેમ નથી ધકેલતા. મારી ઘરે સીબીઆઇ, ઇન્કમટેક્સ મોકલી દો તમારાથી એ ડરશે જે તમારી ચોરીમાં ભાગીદાર હોય. અમે કાચા મકાનમાં રહીએ છીએ. દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, મોદી નથી, દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે. હું ભારતમાતાની જય પણ બોલું છું, જય હિન્દ પણ બોલું છું. 
  હું ચૂંટણી ચોક્કસ લડીશ: હાર્દિક
  3.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ તે હવે જણાવીશ. 2019માં લડું કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ ચોક્કસ છે. કનૈયા દેશદ્રોહી, હાર્દિક દેશદ્રોહી કહેવામાં આવે છે પણ હજુ સુધી કોર્ટ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આની નથી. આવી રેલી કરવાનો અધિકાર છે પણ આ રેલી માટે પોલીસે પણ કચાસ રાખી છે. વિરોધ કરનાર માટે અમે અલગ વ્યવસ્થા કરી આપીશું. બંધારણ બચાવવા માટેની વાત કરીએ છીએ ત્યારે વિરોધીઓ વિરોધ કરે છે. 
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App