રાજકોટ: ખોડલધામના આંબલિયા હજુ હોસ્પિટલમાં, હાર્દિક પટેલે લીધી મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને ગત વિધાનસભામાં જેતપુર બેઠક પરથી જયેશ રાદડિયા સામે કોંગ્રેસમાંથી ઉભા રહેનાર રવિ આંબલિયાને 31 ડિસેમ્બરની રાત્રે અકસ્માત નડ્યો હતો. સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાય જતા પોતાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા હેમરેજ થયું હતું. જ્યારે તેની પત્ની અને પુત્રનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. હાલ રવિ આંબલિયા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે પાસના હાર્દિક પટેલ ખબર અંતર પૂછવા રાજકોટ આવ્યો હતો. 


ખબર અંતર પૂછવા આવ્યો છું: હાર્દિક 

 

હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું રવિ આંબલિયાની ખબર પૂછવા આવ્યો છું. રવિભાઇ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિભાઇ જલ્દી સાજા થઇ સમાજ વચ્ચે આવી જાય તેવી ભગવાનને પ્રાર્થના. 

 

કાર પલ્ટી મારતા સર્જાયો હતો અકસ્માત


રાત્રિના રીબડા અને લોધિકા વચ્ચે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાય ગઇ હતી

રવિ આંબલિયા પોતાની કારમાં પરિવાર સાથે જેતપુરથી રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્યારે રાત્રિના રીબડા અને લોધિકા વચ્ચે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ખાય ગઇ હતી. આથી રવિ આંબલિયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......(તસવીરો: રવિ ગોંડલિયા, રાજકોટ) 

અન્ય સમાચારો પણ છે...