Home » Saurashtra » Latest News » Rajkot City » Habipbhai And Narendrabhai Modi Close Friendship

મોરબી હોનારતમાં ધમલપરના હબીપભાઇ અને નરેન્દ્રભાઇ મોદી વચ્ચે બંધાઇ હતી અનોખી મિત્રતા

Divyabhaskar.com | Updated - Aug 11, 2018, 03:42 AM

નરેન્દ્ર મોદી ઉપરાંત સંઘના દિગ્ગજો બાલા સાહેબ દેવરસ, રજ્જૂભૈયા પણ હબીપભાઈના મહેમાન બન્યા હતા

 • Habipbhai And Narendrabhai Modi Close Friendship

  વાંકાનેર: હજારોનો ભોગ લેનારી 11 ઓગસ્ટ 1979ની મોરબીની જ ઘણું લખાયુ-વંચાયુ છે. આ જળ પ્રલય પછીની કેટલીક ઘટનાઓ આજે પણ માનવતાની મહેક પ્રસરાવી રહી છે. હોનારત સમયે નરેન્દ્રભાઇ મોદી સંઘના સ્વયંસેવક તરીકે મોરબી રહ્યા હતા ત્યારે ઘમલપરના તત્કાલીન ઉપસરપંચ હબીપભાઈ માથકિયાની સાથે અનોખી મીત્રતા હાલના વડાપ્રધાનનું એક અનોખુ પાસુ ઉજાગર કરે છે. હોનારત બાદ હબીપભાઈએ ધમલપર ગામ માટે નદી કાંઠાથી દૂર પૂનઃ વસન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ પાસે અખબારોનાં માધ્યમથી મદદ માટે ધા નાખી.

  પુર પિડિત સહાયતા સમિતિનાં ઈનચાર્જ એવા નરેન્દ્રભાઇ મોદી

  પરિણામે કોંગ્રેસની સંસ્થા તરફથી હરિવલ્લભભાઈ પટેલ અને સ્થાનિક આર.એસ.એસ. અગ્રણી લલિતભાઈ મહેતા સાથે પ્રવિણભાઇ મણિયાર, ડો.પી.વી.દોશી , હિરેનભાઈ ખાંભલિયાએ ધમલપર આવી હબીપભાઈને મળ્યા. બન્નેએ સંસ્થાની મદદની ઓફર હતી, પરંતુ મદદ મેળવવા આર.એસ.એસ.ની ‘પુર પિડિત સહાયતા સમિતિ’ સાથે પૂનઃવસનના કાગળો ઉપર સમજુતી થઇ. જેમા આર.એસ.એસ. ‘પુર પિડિત સહાયતા સમિતિ’નાં ઈનચાર્જ એવા નરેન્દ્રભાઇ મોદીની ધમલપરની મુલાકાત સાથે જ નરેન્દ્રભાઈ મોદી અને હબીપભાઈ માથકિયા વચ્ચે શરૂ થઈ દોસ્તી.


  એક બીજાના સ્કૂટર પાછળ બેસીને ફરતા


  નરેન્દ્રભાઈ મોદી ધમલપર ઉપરાંત મોરબીની જનકલ્યાણ અને વર્ધમાનનગર સોસાયટી તથા અને માળીયા ના. નાગડાવાસમાંથી પૂનઃ વસન પામી રહેલા મધુપુરા એમ ચાર સ્થળો ઉપર ઈનચાર્જ હતા.એ દરમ્યાન ક્યારેક હબિપભાઈના સ્કૂટર પાછળ બેસીને નરેન્દ્રભાઈ મોદી મોરબી અને નાગડાવાસ સુધી પૂનઃવસન નાં કામોની દેખરેખ માટે જતા-આવતા તો ક્યારેક નરેન્દ્રભાઈ મોદીનાં સ્કૂટર પાછળ બેસીને હબિપભાઈ પૂનઃ વસનનાં કામો સચિવાલય અને અર.એસ.એસ.ના અમદાવાદના કાર્યાલય સુધી સાથે જતા. આ દોડધામ માં ક્યારેક હબિપભાઈ અમદાવાદ આર.એસ.એસ. કાર્યાલય ના મહેમાન બની રાતવાસો કરતા. તો ક્યારેક નરેન્દ્રભાઈ મોદી હબિપભાઈના ઘરે મહેમાન બનીને રહેતા. રીંગણાનો ઓળો બાજરાનો રોટલો અને છાસ ની મીજબાની માણતા.


  ધમલપરમાં વધુ સહાય મળે તેની લડત ચલાવી હતી


  ગુજરાતની બાબુભાઈ જશભાઈ પટેલ ની સરકારે ધમલપરને પુરગ્રસ્ત કેટેગરીમાં લેવાના બદલે અછતગ્રસ્ત કેટેગરીમાં મુકતા હબીપભાઈ સાથે નરેન્દ્રભાઈ મોદીનીએ લડત આપી. ધમલપરને પણ પુરગ્રસ્ત કેટેગરીમાં લેવડાવી પરિવાર દીઠ મળતી 2000ની રોકડ સહાયને 2500 કરાવી હતી. એવી જ રીતે વાંકાનેર તાલુકાનાં નદી કાંઠાના ગામોનુ સ્થળાંતર કરી પૂનઃ વસન માટે એક પણને સરકારે મંજુરી નહીં આપતા નરેન્દ્રભાઈ મોદી હબીપભાઈને સાથે લઈને અશોક ભટ્ટ પાસે પહોંચ્યા હતા. સરકાર નહીં માનતા રાજ્યપાલ શારદાબેન મખરજીને તર્કબદ્ધ રજુઆતો કરી રાજ્યપાલના વટ હુકમથી ધમલપર સાથે વાંકાનેર તાલુકાના હોલમઢ અને દેરાળાના સ્થળાંતરની પણ મંજુરી મેળવી હતી.

  નવા ધમલપરનાં 110 મકાનોનું લોકાર્પણ કરવા આવેલું હતું


  પૂનઃ વસન કામગીરીના ઈનચાર્જની જવાબદારી સાથે નરેન્દ્રભાઈ મોદીએ માત્ર 10 જ માસમાં ધમલપરના 110 મકાનોનું નિર્માણ કરી વહિવટી કુશળતા સાબિત કરી હતી. જ્યારે મોદી સીએમ હતા ત્યારે તમામ પ્રોટોકોલ તોડીને પણ મોદી સાહેબ હબીપભાઈને મળતા, બન્ને એકબીજાને ભેટી પડતા. નવા ધમલપરનાં 110 મકાનોનું લોકાર્પણ કરવા આવેલું હતું. આર.એસ.એસ.ના ત્રીજા તત્કાલીન સરસંઘચાલક બાલા સાહેબ દેવરસ તેમજ પાછળથી ઉતરાધિકારી બનેલા એવા ચોથા સરસંઘચાલક રજ્જૂભૈયા સહિત અન્ય આર.એસ.એસના દિગ્ગજો પણ હબિપભાઈની મહેમાનગતિ માણી ચૂક્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ