તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્પેશ ઠાકોરના ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત, એક પૂરા થયા અને બીજા શરૂ થશે: આઇ.કે. જાડેજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે અલ્પેશ ઠોકરના ઉપવાસ પર જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ પ્રેરિત ઉપવાસ આંદોલન છે. એક ઉપવાસ હમણાં જ પૂરા થયા ત્યાં બીજા શરૂ થશે. 

 

પરપ્રાંતીય પર હુમલાઓ થયા છે અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવી વાતને ભાજપ વખોડે છે

 

પરપ્રાંતીયો પર થયેલા હુમલાને લઇને અને અલ્પેશ ઠાકોરના ઉપવાસને લઇને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરપ્રાંતીયો મુદ્દે કેટલાક લોકો વિડંબણા ઉભી કરે છે. પરપ્રાંતીયો પર જ્યાં જ્યાં હુમલાઓ થયા છે અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવી વાતને ભાજપ વખોડે છે. ગુજરાતના હિતમાં સૌએ શાંતિ રાખવી જોઇએ. કોંગ્રેસે આ પ્રકારની ઘટનાની નિંદા નથી કરી. ગુજરાતમાં શાંતિ રાખવા કોંગ્રેસ ઇચ્છતી જ નથી. બળાત્કારની ઘટના નિંદનીય છે. ગુજરાતમાં અશાંતિ ઉભી થાય એવા કોંગ્રેસ પ્રયાસો કરે છે. પરપ્રાંતીયો પર થયેલા હુમલાખોરો સામે ગુજરાત સરકારે પગલા લીધા છે. 

 

ટ્રેનમાં પેસેન્જરોના ધસારાને ધ્યાને લઇ ઓખા-બાંદ્રા વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે