લોકસભા / માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે: રૂપાણી

DivyaBhaskar.com

Apr 14, 2019, 05:19 PM IST
gujarat CM vijay rupani in rajkot

 • રાજકોટ ભાજપ યુવા નેતાને ચૂંટણીની તારીખ નથી યાદ, 23 એપ્રિલના બદલે 23 માર્ચ બોલ્યા 
 • એનએસયુઆઇના પ્રમુખ સહિત 40 કાર્યકર્તા ભાજપમાં જોડાયા
   

રાજકોટ: વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેણે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. બાદમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પહેલી વખત મતદાન કરનારા યુવાનોને સંબોધ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, એક સમયે અખિલેશ યાદવની પાર્ટીના લોકો માયાવતીને મારવા પાછળ દોડ્યા હતા. તેઓ પણ તેની સાથે ભળી ગયા છે. માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે. મહાત્મા ગાંધી વખતની કોંગ્રેસ હાલ છેલબટાઉની બની ગઇ છે

વિજય રૂપાણીએ શું કહ્યું: ચૂંટણીનો મુખ્ય મુદ્દો દેશ કોના હાથમાં સલામત, એક તરફ ચોકીદાર છે અને બીજી તરફ દેશને બરબાદ કરનારા લોકો ચોકીદાને ચોર કહેવા ઉભા થયા છે. પાંચ વર્ષમાં નરેન્દ્રભાઇ આ બધાની દુકાન બંધ કરી દીધી છે. જો મોદી પાંચ વર્ષ આવશે તો જેલમાં જવાનો વારો આવશે.માયાવતી પાછળ અખિલેશ યાદવની પાર્ટીના લોકો મારવા દોડ્યા હતા. મોદી નામની મજબૂરી આ બધાને એકત્ર કર્યા છે. રાષ્ટ્રવાદની સામે વંશવાદ છે. હવે બેન પ્રિયંકા ગાંધી મેદનામાં આવ્યા છે. ચાવાળો માણસ વડાપ્રધાન થઇ જાય તે તેને ગળે ઉતરતું નથી. આખી કોંગ્રેસ પરિવારવાદમાં કલબલિયા વગાડી રહી છે. રાહુલ ગાંધીની સોશિયલ મીડિયામાં સૌથી વધું ટીકા થાય છે. મહાત્મા ગાંધી વખતની કોંગ્રેસ હાલ છેલબટાઉની બની ગઇ છે.

દુનિયા આખાને મોદીનું નેતૃત્વ પસંદ છે: બધાને વડાપ્રધાન બનવું છે. લાલુને પણ વડાપ્રધાન બનવું છે જે પશુઓનો ઘાસચારો ખાય ગયો છે. માયાવતી હાથી ઉપર પૈસાના કોથળા ઘરે લઇ ગયા અને તેને પણ વડાપ્રધાન થવું છે. ભૂલથી જો કોંગ્રેસ જીતી જાય તો સવારનો, બપોરનો રાતનો વડાપ્રધાન અલગ અલગ હોય શકે. મોદી મરદ છે, પુલવામાના શહીદ જવાનોના મૃતદેહ વતન આવ્યા ત્યારે મોદીએ તેમને નમન કર્યું હતું. સામ પિત્રોડા, નવજોત સિદ્ધુ અને મણીશંકર આ બધા પાકિસ્તાનની દલાલી કરવા નીકળ્યા છે. મોદી પાસે નથી દીકરી કે જમાઇ, એકદમ ફકડ ગીરધારી છે, દેશ માટે જીવે છે. સિક્યુરિટીમાં લોકો આગળ વધે એટલા માટે ગુરાતે રક્ષા યુનિવર્સિટી બનાવી છે. 60 વર્ષ પછી પેન્શન મળે તેવી યોજના નરેન્દ્રભાઇએ જાહેર કરી છે. તેમાં તમામ ચોકીદારો જોડાજો.

કોંગ્રેસ માત્ર વંશવાદ કરે છે: રાહુલ ગાંધી સંસદમાં બેસીને આંખો મારે તેના માટે મારે કહેવું છે કે શરમ કરો, પરાણે નરેન્દ્રભાઇને ભેટવા ગયા કંઇ સમજાતું નથી. માત્ર વંશવાદ ગાંધી પરિવારમાં છે. મનમોહનસિંહે કહ્યું હતું કે, આ દેશના સંસાધનો પર મુસ્લિમોનો અધિકાર હોવો જાઇએ. અમારૂ નેતૃત્વ એક જ છે અમે અમારા નેતા મોદીને માન્યા છે. તમારા વડાપ્રધાન જાહેર કરો.

મેં ભી ચોકીદાન એપનું લોન્ચિંગ કર્યું: વિજય રૂપાણીએ રાજકોટમાં મે ભી ચોકીદાર એપનું લોન્ચિંગ કર્યું હતું. આ સમયે અલ્પેશ ઠાકોર મુદ્દે રૂપાણીએ નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસની બેધારી નીતિ છે. કોંગ્રેસ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ પગલા નહીં લે. કોંગ્રેસને ઠાકોર સમાજના મત જોઇ છી, રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે જણાવ્યું હતું કે, રાહુલ 26 બેઠક પર પ્રવાસ કરે તો પણ કંઇ ફેર નહીં પડે. ચાવાળા દેશ ન ચલાવી શકે પણ મુર્ખોને ખ્યાલ નથી કે અમે ઇમાનદાર ચાવાળા છીએ. કોંગ્રેસ ચોકીદારની મજાક કરે છે. ચોકીદાર ચોર છે કહીં ચોકીદાનું અપમાન કરે છે. આ બધી ગઠબંધનની સરકારોએ દેળને લૂંટ્યો છે.

એનએસયુઆઇના પ્રમુખ સહિત 40 કાર્યકર્તા ભાજપમાં જોડાયા: રાજકોટ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ એનએસયુઆઇના પ્રમુખ જયકિશન ઝાલા, ભરતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ કરણ લાવડીયા સહિત 40 કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા. રાજકોટ ભાજપના યુવા નેતા નેહલ શુક્લાને ચૂંટણીની તારીખની ખબર નથી. તેઓએ જણાવ્યું હતું કે, 23 માર્ચે આપ બધા ભાજપને જીતાડશો. નેહલ શુક્લાએ સ્પીચ દરમિયાન ભારતીય સેનાનો ઉપયોગ કર્યો હતો.

ઇસ્કોન મંદિરનું ઉદઘાટન કર્યું: 51 કરોડના ખર્ચે રાજકોટમાં ઇસ્કોન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનું લોકાર્પણ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

X
gujarat CM vijay rupani in rajkot
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી