રાજકોટ: ગઇકાલ શુક્રવાર સાંજથી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે આવ્યા છે. આજે સવારે રેસકોર્સ-2 પાસે નવા બનાવાયેલા અટલ સરોવરમાં નવા નીર આવ્યા તેનું પૂજન કરી વૃક્ષારોપણ કર્યું હતું. અહી તેણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતમા ચાલતો વિવાદ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે જે પરાકાષ્ઠાએ આવી ગયો છે. આમ પણ કોંગ્રેસમાં નેતાગીરીને લઇ વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુજલામ સુફલામ યોજનામાં તળાવો ઊંડા કરવા સમયે રાજકોટમાં રેસકોર્સ-2 પાસે તળાવ ઊંડા કરવાની યોજના હાથ ધરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી રાજકોટ આવ્યા હતા અને અહીં પોતે બૂલડોઝર ચલાવી પાવડો હાથમાં લઇ માટી ઉલેચી હતી. એટલુ જ નહીં તેના પત્ની અંજલીબેન રૂપાણીએ ખંભા પર માટી ભરેલા તગારા ઉચક્યા હતા અને શ્રમદાન કર્યું હતું. સારા વરસાદના પગલે આ તળાવ ભરાઇ જવાથી પાણી સંગ્રહ થતા નવા નીરના વધામણા કર્યા હતા.
રેસકોર્સ-2 ખાતે 1111 વૃક્ષો રોપવામાં આવ્યા
રાજકોટમાં નવા રિંગરોડ પર રેસકોર્સ-2 ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને 1111 રોપાનું વાવેતર મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. ગત વર્ષે વન વિભાગે ત્યા વનમહોત્સવની ઉજવણી કરી હતી તેનું પરિણામ શૂન્ય રહ્યું હતું ત્યારે હવે મનપા ત્યાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરશે. ઓગસ્ટ માસના પ્રારંભથી શહેરના ત્રણેય ઝોનમાં રોપા વિતરણ શરૂ થશે.
જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન રાજકોટનું CMના હસ્તે ઉદઘાટન
જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તથા જૈન ઇન્ટરનેશનલ વૂમન ઓર્ગેનાઇઝેશનના રાજકોટ ચેપ્ટરનું ઉદઘાટન નમ્રમુનિ મહારાજના મંગલ સાંનિધ્યમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં બપોરના 3 કલાકે હોટેલ ઈમ્પિરિયલ પેલેસ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવ્યું હતું. શહેરની મુલાકાત દરમિયામ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં મોટ થયો છું, અડધું જીવન રાજકોટમાં વિતાવ્યું છે. રાજકોટને દુનિયાનું શ્રેષ્ઠ શહેર બનાવવું છે. આધુનિક શહેર બનાવી વર્લ્ડ ક્લાસ લેવલે જોવા ઇચ્છુ છું, આંતરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ અને ગાંધી મ્યુઝિયમ, જીઆઇડીસી, બસ પોર્ટ થકી રાજકોટનો ગ્રોથ ઉપર જશે.
ગઇકાલે શુક્રવારે જિલ્લા પંચાયતમાં ભાજપ પ્રેરિત કોંગ્રેસના બળાખોરોનો વિજય થયો હતો. આજે શનિવારે પ્રદેશ કોંગ્રેસે બળવાખોરોની માહિતી માગી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસમાં જ બે જૂથનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો હતો.
લોધિકા તાલુકાની મોટાવડા ગામની પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓમાં શિક્ષણના નામે વ્યાપાર નહીં ચલાવવા દેવામાં આવે, રાજ્યમાં છ હજાર ડિજીટલ ક્લાસરૂમો શરૂ કરી સંખ્યા 10 હજારે પહોંચાડાશે. ફી નિયમનો કાયદો કોર્ટમાં છે, ન્યાય તંત્ર પર ભરોસો છે, વાલીઓમાં હિતમાં જ રહેશે.
રાજકોટમાં ભત્રીજીના પ્રેમીનું અપહરણ કરી ઢોર માર મારી કાકાએ કરી હત્યા
વધુ તસવીર જોવા આગળ ક્લિ કરો.......
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.