Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon

ફ્રેન્ડશીપ ડે: CMના અંગત મિત્રોના ગ્રુપને પત્ની અંજલીબેને આપી દીધું હતું 'ડર્ટી ડઝન' નામ

Divyabhaskar.com | Updated - Aug 05, 2018, 10:13 AM

વાર-તહેવાર કે સારા પ્રસંગે એકઠું થવું, પ્રસંગ અનુરૂપ જલ્સો કરવો તે આ ગ્રૂપનું કામ છે

  • today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    વિજય રૂપાણીના અંગત મિત્રોનું ગ્રુપ

    રાજકોટ: આજે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે સીએમ વિજય રૂપાણીના અંગત મિત્રોનું એક ગ્રુપ છે. આ ગ્રુપનું નામ રૂપાણીના પત્ની અંજલીબેને ડર્ટી ડઝન નામ આપ્યું છે. એટલું જ નહીં વાર-તહેવાર કે સારા પ્રસંગે એકઠું થવું, પ્રસંગ અનુરૂપ જલ્સો કરવો તે આ ગ્રૂપનું કામ છે. આ ગ્રુપના સભ્યો મકરસંક્રાંતે એક જ ધાબા પર સાથે બધા ચગાવે છે પતંગ.

    30 વર્ષ જૂનું ગ્રૂપ

    ગ્રૂપ મેમ્બર મનસુર અલી અકબરઅલી જસદણવાલાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે 1972થી 75 સુધી ધર્મેન્દ્રસિંહ કોલેજમાં સાથે હતા. ત્યારથી આજ સુધી 12 મિત્રો એવા છીએ કે સારા માઠા પ્રસંગોમાં સાથે જ હોઇએ. હવે અમારા સંતાનના ઘરે સંતાનો આવ્યા છતાં તે એકબીજાના પરિવારને ઓળખે છે. વિજય રૂપાણીના પત્નીએ અમારી મિત્રતા અને ધીંગા મસ્તી જોઇ બાર લોકોની મિત્રતાને 'ડર્ટી ડઝન' નામ આપી દીધું હતું. હવે અમારી ટોળકી આ નામથી જ ઓળખાય છે

    મકરસંક્રાતે એક ધાબે સાથે પતંગ ચગાવાનો નિયમ

    'ડર્ટી ડઝન' ગ્રૂપના સભ્યો ત્રણ દાયકાથી પરિવારની જેમ જ રહે છે. વોટ્સઅપ તો હવે આવ્યું. મનસુર અલી જસદણવાળા જણાવે છે કે, આજના સમયે અમારા પરિવારની ત્રીજી પેઢી એકબીજાને ઓળખે. મકરસંક્રાતિ હોય તો આજની તારીખે પતંગ સાથે જ એક ધાબેથી ચગાવા એકઠા થઇએ. વિજયભાઇનો કોલેજ કાળથી જ સંગઠનનો સ્વભાવ હતો બધાને સાથે રાખવામાં જ માનતા અને લીડરની ભૂમિકામાં જ રહેતા.

    પિતા કરે છે ફેક્ટરીમાં મજૂરી, નોકરી કરતા કરતા યુવાને કર્યું CA પાસ

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

  • today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    દરેક સારા નરસા પ્રસંગોમાં ભેગા થાય
  • today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    30 વર્ષ જૂનું ગ્રૂપ
  • today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દર મકરસંક્રાતે એક ધાબે બધા ભેગા થાય છે
  • today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પિરવારો પણ એકબીજાના ઘરે જાય
  • today friendship day and gujarat chief minister vijay rupani friend cercle name dirty dozon
    અંજલીબેને ગ્રુપનું નામ ડર્ટી ડઝન આપ્યું હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending